For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lok Sabha Election Results 2019: રાજસ્થાનની 25માંથી 24 સીટ પર ભાજપ આગળ

Lok Sabha Election Results 2019: રાજસ્થાનની 25માંથી 24 સીટ પર ભાજપ આગળ

|
Google Oneindia Gujarati News

જયપુરઃ લોકસભા ચૂંટણી 2019માં મતગણતરી ચાલુ છે. આખા રાજસ્થાનમાં તમામ મતગણતરી સ્ટેશનો પર શાંતિથી મતગણતરી થઈ રહી છે. સવાર સાઢા દસ વાગ્યા સુધી કેટલાય મતગણતરી કેન્દ્રો પર બેથી વધુ રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણી 2014ની જેમ જ આ વખતે પણ ભાજપ રાજસ્થાનમાં ક્લિન સ્વિપ કરી શકે તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે.

ભાજપ આગળ

ભાજપ આગળ

દેશમાં લોકસભા ચૂંટણી 2019માં પણ જ્યાં મોદી સરકાર આવવાના અણસાર દેખાઈ રહ્યા છે, તે રાજસ્તાનમાં પણ બાજપ ઈતિહાસ પુનરાવર્તિત કરવા જઈ રહ્યું છે. રાજસ્થાનની 25માંથી 24 સીટ પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે 25મી સીટ પર બાજપ સમર્થિત રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના હનુમાન બેનીવાલ નાગૌર સીટથીથી કોંગ્રેસના જ્યોતિ મિર્ધા સામે 6000 વોટથી આગળ છે. અપ્રત્યક્ષ રૂપે ભાજપ તમામ 25 સીટ પર આગળ ચાલી રહ્યું છે. એકપણ સીટ એવી નથી જ્યાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હોય.

ક્લિન સ્વિપ થઈ શકે

ક્લિન સ્વિપ થઈ શકે

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2014માં ભાજપે રાજસ્થાનની તમામ 25 સીટ પર જીત નોંધાવી હતી. આ વખતે પણ ભાજપ ક્લીન સ્વિપ કરવાના ઉદ્દેશ્યથી લોકસભા ચૂંટણી 2019ના મેદનમાં ઉતર્યું હતું અને તેમાં સફળ પણ થતું દેખાઈ રહ્યું છે. જો કે 19 મેના રોજ આવેલ એક્ઝિટ પોલામાં ભાજપને રાજસ્થઆનથી 20-23 સીટ મળવાનું અનુમાન જતાવવામાં આવ્યું હતું.

સવારે 10 વાગ્યા સુધીમાં આવી હતી લોકસભા સીટની સ્થિતિ

સવારે 10 વાગ્યા સુધીમાં આવી હતી લોકસભા સીટની સ્થિતિ

અજમેરથી ભાજપના ઉમેદવાર ભાગીરથ ચૌધરી 91633 મતથી આગળ છે, અહીં કોંગ્રેસના ઉમેદવાર રિજુ ઝુનઝુનવાલા પાછળ છે. સીકર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સુમેધાનંદ સરસ્વતી 52635 મતથી આગળ છે, અહીં કોંગ્રેસના ઉમેદવાર સુભાષ મહરિયા પાછળ છે. ચુરુથી ભાજપના ઉમેદવાર રાહુલ કસ્વાં 79352 વોટથી આગળ છે જ્યારે બાંસવાડાથી ભાજપના ઉમેદવાર તારાચંદ ભગોરા 48086 વોટથી આગળ છે.

દિલ્હીની તમામ 7 સીટ પર ભાજપ આગળ, 2014માં પણ જીતી હતી બધી સીટદિલ્હીની તમામ 7 સીટ પર ભાજપ આગળ, 2014માં પણ જીતી હતી બધી સીટ

English summary
Lok sabha election results 2019 : BJP Can Again Clean Sweep in Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X