Lok Sabha Election Results 2019: ભાજપે રચ્યો ઈતિહાસ, 288 પર જીત, 15 પર આગળ
લોકસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. ચૂંટણી પંચની અધિકૃત ઘોષણા અનુસાર ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે અને એકલા પોતાના દમ પર ભાજપે 288 સીટો પર જીત મેળવી લીધ
લોકસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. ચૂંટણી પંચની અધિકૃત ઘોષણા અનુસાર ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે અને એકલા પોતાના દમ પર ભાજપે 288 સીટો પર જીત મેળવી લીધી છે જ્યારે 15 સીટો પર આગળ ચાલી રહી છે. એટલે કે ભાજપના ખાતામાં 303 સીટો જતી દેખાઈ રહી છે. વળી, કોંગ્રેસની વાત કરીએ તો એક વાર ફરીથી કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસને માત્ર 50 સીટો પર જીત મળી છે જ્યારે 2 સીટો પર તે આગળ ચાલી રહી છે એટલે કે કુલ મળીને 52 સીટો મળતી દેખાઈ રહી છે.

એક વાર ફરીથી કોંગ્રેસને લોકસભામાં વિપક્ષનો દરજ્જો મેળવવામાં મુશ્કેલી થશે. તમને જણાવી દઈએ કે વિપક્ષના નેતાનું પદ એ પાર્ટીને મળે છે જેની પાસે ઓછામાં ઓછી 55 સીટો હોય. ગઈ લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ માત્ર 44 સીટો પર જીત મેળવી શકી હતી. આ લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી ઉલટફેરની વાત કરીએ તો અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીંથી ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને મ્હાત આપી છે. વળી બીજો એક મોટો ઉલટફેર મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ભોપાલના કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને સાધ્વી પ્રજ્ઞા સામે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપ છોડી કોંગ્રેસમાં શામેલ થયેલા શત્રુઘ્ન સિન્હાને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે 284657 મતોથી કારમી હાર આપી છે. કોંગ્રેસ પાર્ટીનીશરમજનક હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીતના અભિનંદન આપીને કહ્યુ કે અમે આ જનાદેશનો સ્વીકાર કરીએ છીએ અને અને આ પરિણામ પાછળના કારણોનું વિશ્લેષણ કરીશુ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
