ભાજપની જીત પર અડવાણીએ આપ્યા અભિનંદન, મોદી વિશે આ કહ્યુ
ભાજપની આ ઐતિહાસિક પ્રદર્શન પર પાર્ટીના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અભિનંદન પાઠવ્યા છે.
લોકસભા ચૂંટણીની ગણતરી દરમિયાન રૂઝાનોમાં ભાજપે ઘણુ આગળ છે. રૂઝાનો મુજબ ભારતીય જનતા પાર્ટી એકલા પોતાના દમ પર 290 સીટો પર આગળ છે. કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સીટોમાં ઘટાડો થશે પરંતુ ચૂંટણીના પરિણામો આનાથી એકદમ અલગ છે. ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધતુ દેખાઈ રહ્યુ છે. એક તરફ જ્યાં ભાજપ 290 સીટો પર આગળ છે તો બીજી તરફ એનડીએ 338 સીટો પર આગળ છે. ભાજપની આ ઐતિહાસિક પ્રદર્શન પર પાર્ટીના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદી વિશે મોટી વાત કહી છે.

અડવાણીએ આપ્યા પીએમ મોદીને અભિનંદન
લાલકૃષ્ણ અડવાણીએ પીએમ મોદીને ભાજપને ઐતિહાસિક જીત તરફ લઈ જવા માટે અભિનંદન પાઠવ્યા છે. અડવાણીએ અમિત શાહ અને ભાજપના બધા કાર્યકર્તાઓની પ્રશંસા કરી છે. અડવાણીએ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ભાજપ અધ્યક્ષની, દરેક મતદાર સુધી પાર્ટીના સંદેશને પહોંચાડવા માટે પ્રશંસા કરી.

અમિત શાહને પણ આપ્યા અભિનંદન
અડવાણીએ રૂઝાનોમાં ભાજપના ગઠબંધનને મળેલા પ્રચંડ બહુમત માટે અભિનંદન આપ્યા અને ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે આટલા મોટા અને વિવિધતા ભરેલા દેશમાં ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્ણક પૂર્ણ થવા પર સારુ અનુભવી રહ્યો છુ. અડવાણીએ ભારતા સારા ભવિષ્યની કલ્પના કરી. તમને જણાવી દઈએ કે ગુરુવારે લોકસભા ચૂંટણીના પરિણામ આવવા શરૂ થયા તો ભાજપ શરૂઆતથી આગળ હતુ.

એનડીએ 343 સીટો પર આગળ
ભાજપે 50-100 કરતા કરતા એક સમયે 300ના આંકડાનો પાર કરી લીધો હતો. એનડીએ હજુ 341 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 290 પર આગળ ચાલી રહી છે. વળી, યુપીએ 95 સીટો પર આગળ છે અને 106 સીટો પર અન્ય દળોના ઉમેદવાર આગળ છે. સૌથી ચોંકાવનારુ પરિણામ યુપીમાં જોવા મળી રહ્યુ છે જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી પાછળ ચાલી રહ્યા છે જ્યારે સમાજવાદી પાર્ટીને આ ચૂંટણીમાં મોટુ નુકશાન થતુ દેખાઈ રહ્યુ છે.












Click it and Unblock the Notifications
