ભાજપને છપ્પરફાડ સીટો મળવા પર આવ્યુ પીએમ મોદીનું પહેલુ ટ્વીટ, જાણો શું કહ્યુ

ભાજપને મળેલી આ પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી અને ટ્વીટ કરીને બધાનો આભાર માન્યો.

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. દેશે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત આપ્યો છે. એનડીએ ફરીથી એકવાર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ બેમિસાલ જીતથી ભાજપમાં ખુશીનો માહોલ છે. અત્યાર સુધી આવેલા રૂઝાનમાં એનડીએ 350નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે. વળી, ભાજપ પોતાના દમ પર બહુમતના આંકડાની નજીક છે. એવામાં ભાજપને મળેલી આ પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી અને ટ્વીટ કરીને બધાનો આભાર માન્યો.

જીત બાદ પીએમ મોદીનું પહેલુ ટ્વીટ

જીત બાદ પીએમ મોદીનું પહેલુ ટ્વીટ

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ પીએમ મોદીએ પહેલી વાર પ્રતિક્રિયા આપી અને ટ્વીટ કર્યુ. પીએમ મોદીએ લખ્યુ, ‘સબકા સાથ + સબકા વિકાસ + સબકા વિશ્વાસ = વિજયી ભારત. પીએમ મોદીએ કહ્યુ કે આપણે સાથે આગળ વધીએ. આપણે સાથે સમૃદ્ધ થઈએ. આપણે મળીને એક મજબૂત અને સમાવેશી ભારતનું નિર્માણ કરીશુ. ભારત ફરીથી જીત્યુ.'

ભાજપ કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

ભાજપ કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

જીતથી ઉત્સાહિત કાર્યકર્તાઓનો આભાર માનવા માટે પીએમ મોદી આજે સાંજે સાડા પાંચ વાગે ભાજપ કાર્યાલય જશે. પીએમ મોદી ત્યાં 20-22 હજાર ભાજપ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. તેમને સંબોધિત કરશે. આની પહેલા ભાજપે આજે સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે. વળી આજે સાંજે 6 વાગે પીએમ મોદી દેશને સંબોધિત પણ કરશે.

અમિત શાહે આપી પ્રતિક્રિયા

અમિત શાહે આપી પ્રતિક્રિયા

ભાજપની જીત બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે આ પ્રધાનમંત્રી મોદીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં જનતાના વિશ્વાસ તેમજ યુવા, ગરીબ, ખેડૂતોની આશાઓની જીત છે. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યુ કે આ જીત સમગ્ર ભારતની જીત છે. દેશના યુવા, ગરીબ, ખેડૂતની આશાઓની જીત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X