For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેઠીમાં રાહુલ ગાંધીની હાર પર નવજોત સિંહ સિદ્ધુ ફસાયા

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સૌથી મોટો ઉલટફેર અમેઠીના જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની સીટ હારી ચુક્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સૌથી મોટો ઉલટફેર અમેઠીના જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની સીટ હારી ચુક્યા છે. અમેઠીની હોટ સીટ પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55 હજાર વોટોથી હરાવી દીધા છે. ભાજપા સમર્થકો ઘ્વારા જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સ્મૃતિ ઇરાનીની જીત પછી ટ્વિટર પર ઘણી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. અમેઠી પર રાહુલ ગાંધીની હાર પછી લોકોએ ટ્વિટર પર નવજોત સિંહ સિદ્ધુને નિશાનો બનાવ્યો છે અને તેમને રાજનીતિ છોડવાનું કહી રહ્યા છે.

આ પણ વાંચો: આગલા 25 વર્ષો સુધી મોદીને હરાવનાર કોઈ નથીઃ શિવસેના

નવજોત સિંહ સિદ્ધુ ફસાયા

નવજોત સિંહ સિદ્ધુ ફસાયા

ખરેખર નવજોત સિંહ સિદ્ધુએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા તો તેઓ રાજનીતિથી સન્યાસ લઇ લેશે. ટ્વિટર પર લોકોએ સિદ્ધુને તેમના નિવેદન પર ઘેરવાનું ચાલુ કરી દીધું છે. ઘણા ટ્વિટર યુઝરે નવજોત સિંહ સિદ્ધુને રાજનીતિથી સન્યાસ લેવાનું યાદ કરાવ્યું.

યુઝરે પૂછ્યું, રાજનીતિથી સન્યાસ ક્યારે લેશો

એક યુઝરે લખ્યું કે મેં તમને રાજનીતિથી સન્યાસ લેવાનું કહીને ભૂલ કરી દીધી, મને યાદ ના હતું કે તમે કોંગ્રેસમાં છો, એટલા માટે તમે વચન કઈ રીતે પૂરું કરી શકો. નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્મૃતિ ઈરાનીના અમેઠીથી પડકાર આપવાની વાત પર ગુસ્સે થયા હતા. તેમને કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી જશે, તો તેઓ રાજનીતિથી સન્યાસ લઇ લેશે.

સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી કોંગ્રેસનો કિલ્લો તોડી પાડ્યો

આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી ઉલટફેર ઉત્તર પ્રદેશના અમેઠીમાં જોવા મળી, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ પોતાની પારંપરિક સીટ પરથી ચૂંટણી હારી ગયા. ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ જ્યાં રાહુલ ગાંધીને મોટા અંતરથી મ્હાત આપી છે. આ જીત બાદ સ્મૃતિ ઈરાનીએ ખુશી વ્યક્ત કરીને કહ્યુ કે હું એ વાતથી ખુશ છુ કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભરોસો દર્શાવ્યો. અમેઠીના લોકોએ મત દ્વારા પોતાનો વિશ્વાસ મારામાં દર્શાવ્યો છે અને હું તેમનો આભાર માનુ છુ. સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે ચૂંટણી હાર્યા બાદ પણ છેલ્લા પાંચ વર્ષથી અહીં કામ કરી રહી છુ, એક વાર ફરીથી હું લોકોની સેવા કરીશ પરંતુ આ વખતે ચૂંટણી જીતીને લોકોની સેવા કરીશ.

English summary
lok sabha election results 2019: tweeple target sidhu on rahul's defeat in amethi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X