ક્યાંક અડવાણી તો ક્યાંક શાજિયા ઇલ્મી આ બેઠકોએ મચાવી રાજકીય બબાલ
લોકસભા ચૂંટણી 2014નો આગાઝ થઇ ગયો છે, દરેક રાષ્ટ્રીય પાર્ટી હોય કે પછી પ્રાદેશિક પાર્ટીઓ, તમામે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાની શરૂઆત કરી દીધી છે. સ્વાભાવિક છે કે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ કાંતો સ્થાનિક લેવલે અથવા તો પછી જેનું નામ જાહેર થયું છે એ ઉમેદવારની નારાજગી અને ગમ અણગમાના કારણે વિવાદ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે થાય છે. વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પણ આપણને રાજ્યકક્ષાએ આ ગમો અણગમો જોવા મળતો હોય છે, ત્યારે દેશની સર્વોચ્ચ ચૂંટણી આવતી હોય એટલે કે લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે બેઠકોને લઇને વિવાદ ચગે નહીં તે કેવી રીતે બને.
2014ની ચૂંટણીની તારીખો આવ્યા બાદ અને ઉમેદવારોના નામ જાહેર થતાંની સાથે જ રાજકીય બબાલ શરૂ થઇ ગઇ છે. જો કે, આ વખતે સૌથી વધુ બબાલ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીમાં જોવા મળી છે. આમ આદમી પાર્ટીની મોટાભાગની બેઠકો પર આપણને ઉમેદવારોને લઇને ક્યાંકને ક્યાંક ગમો અણગમો જોવા મળી રહ્યો છે. જો કે, સૌથી વધુ ચર્ચામાં આમ આદમી પાર્ટીની રાયબરેલીની બેઠક રહી છે, તો બીજી તરફ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક મહત્વના પાર્ટી નેતાઓ સાથે જોડાયેલી બેઠકોએ વિવાદનો રાગ આલાપ્યો છે.
આ બેઠકો અંગે વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આપણા ધ્યાનમાં સૌથી પહેલા ગુજરાતની ગાંધીનગરની બેઠક આવે છે, જેને લઇને છેલ્લા બે ચાર દિવસથી ભારે વિવાદ ચાલી રહ્યો છે, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો અને બાદમાં નાટ્યાત્મક રીતે હા પણ પાડી દીધી છે. બીજી બેઠક વારાણસીની છે, જ્યાં મોદીના નામની જાહેરાત થતા મુરલી મનોહર જોશીએ નારાજગી વ્યક્ત કરી હતી, તો લખનઉ બેઠક પર પણ કંઇક આવો જ માહોલ જોવા મળ્યો હતો. અહીં અમે તસવીરો થકી એવી જ કેટલીક બેઠકો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, કે જ્યાં વિવાદ સર્જાયો હતો.

અમૃતસર
અમૃતસર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડતા પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના સ્થાને ભારતીય જનતા પાર્ટીએ વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના નામની જાહેરાત કરી હતી. જેને લઇને વિવાદ ચગ્યો હતો. સિદ્ધુને કુરુક્ષેત્રની બેઠક આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જો કે તેમણે ના પાડી દીધી હતી, તેમણે કહ્યું હતું કે હું પાર્ટીના નિર્ણયનો આદર કરું છું, પરંતુ જો હું ચૂંટણી લડીશ તો મારી આ બેઠક પરથી જ ચૂંટણી લડીશ અન્ય કોઇ બેઠક પરથી નહીં. નોંધનીય છે કે અરૂણ જેટલી પહેલીવાર સીધી ચૂંટણી લડી રહ્યાં છે.

લખનઉ
લખનઉ બેઠક પણ ખાસી ચર્ચામાં રહી છે, આ બેઠક પરથી હાલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ ચૂંટણી લડી રહ્યાં છે, પરંતુ આ પહેલા આ બેઠકની માગણી લાલજી ટંડને કરી હતી. તેઓ આ બેઠક પરથી જ ચૂંટણી લડવા માગતા હતા અને જો તેઓ આ બેઠક પરથી ચૂંટણી ના લડી શકે તો અન્ય સ્થાનિક પાર્ટી નેતાનું નામ તેમણે આગળ ધર્યું હતું, એ નામ હતું કુસુમ રાયનું. કુસુમ રાયે પણ આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. જો કે બાદમાં રાજનાથ સિંહનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

પાટલીપુત્ર
પાટલીપુત્ર બેઠક એટલા માટે ચર્ચામાં છે કે આ બેઠક પરથી આરજેડીના પૂર્વ વરિષ્ઠ નેતા કે જેઓ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે, તેઓ રામ ક્રિપાલ યાદવ ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ લાલુ પ્રસાદ યાદવે આ બેઠક પોતાની પુત્રી મીસા ભારતીને ઉમેદવાર જાહેર કર્યા હતા. જેને લઇને રામ ક્રિપાલ નારાજ થઇ ગયા અને પક્ષ છોડી દીધો, બાદમાં તેઓ ભાજપમાં જોડાઇ ગયા અને ભાજપે તેમને પાટલીપુત્ર બેઠક ફાળવી છે.

રાયબરેલી
આમ તો રાયબરેલીની બેઠકને લઇને કોઇ એવો મોટો વિરોધ નથી. આ પાર્ટીને લઇને ના તો રાષ્ટ્રીય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપમાં વિરોધ છે, પરંતુ આ બેઠક પર ઉમેદવારીને લઇને નવોદિત પાર્ટી આમ આદમી પાર્ટીમાં વિરોધ જોવા મળ્યો હતો. આપ નેતા શાજિયા ઇલ્મીની ઉમેદવારી આ બેઠક પરથી જાહેર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ વિસ્તારમાં તેમને કોઇ ઓળખતું નથી તેવામાં તેઓ જોઇએ તે પ્રમાણે આ બેઠક પર પ્રદર્શન કરી શકશે નહીં બાદમાં પાર્ટીએ તેમને અન્ય બેઠક ફાળવી હતી.

ગાંધીનગર
હાલ સૌથી વધુ જો કોઇ બેઠકને લઇને વિવાદ ચગ્યો હોય અને ચર્ચામાં હોય તો એ બેઠક છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર. ગાંધીનગર બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ નારાજગી વ્યક્ત કરી હતી કે તેઓ ગાંધીનગર નહીં પરંતુ ભોપાલથી ચૂંટણી લડવા માગે હતા. જો કે આખરે તેઓ માની ગયા છે કે તેઓ ગાંધીનગરથી જ ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અડવાણીને આશંકા છે કે ગાંધીનગરથી જો તેઓ ચૂંટણી લડશે તો મોદી સમર્થકો તેમને હરાવી શકે છે.

વારાણસી
વારાણસી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી ચૂંટાતા આવ્યા છે, પરંતુ આ વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પક્ષ દ્વારા પીએમ પદના ઉમેદવાર જાહેર કરીને તેમને આ બેઠક પરથી લડાવવાનો નિર્ણય હાથ ધર્યો હતો, જેને લઇને જોશીએ વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે, તેમ કહ્યું હતું બાદમાં તેમના વિરોધને શાંત કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા અને મોદીની ઉમેદવારી આ બેઠક પરથી નોંધાવવામાં આવી હતી.

પટણા સાહેબ
પટણા સાહેબ ખાતેના ભાજપના ઉમેદવાર અને બૉલીવુડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાને પણ આ ચૂંટણીમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા શત્રુઘ્ન સિન્હાનો વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે તેમણે 2009ની લોકસભાની ચૂંટણી બાદ પટણા સાહેબ માટે જોઇએ તેવા કોઇ ખાસ કામ કર્યા નથી. નોંધનીય છે કે પહેલા શત્રુઘ્ન સિન્હાનું નામ નવી દિલ્હી બેઠક માટે બોલાયું હતું, પરંતુ સિન્હાએ કહ્યું હતું કે તેઓ પટણા સાહેબ બેઠક પરથી જ ચૂંટણી લડશે અને પાર્ટીએ તેમની વાતને માન્ય રાખી હતી.

બાડમેર
બાડમેર બેઠકને લઇને જસવંત સિંહ દ્વારા વિવાદ ખડો કરવામાં આવ્યો હતો. તેમણે બાડમેરથી ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવી હતી, પરંતુ પાર્ટી દ્વારા તેમના સ્થાને સોનારામ ચૌધરીને ભાજપે ટીકીટ આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે તેઓ નારાજ થયા છે અને હવે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડવાના છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
