For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂઠના વાદળો અને જુમલાની કાળી ઘટાઓ પણ ભાજપને બચાવી નહિ શકેઃ અખિલેશ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ એક વાર ફરીથી ભાજપ પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ એક વાર ફરીથી ભાજપ પર કટાક્ષ કર્યો છે. અખિલેશે પૂર્વાંચલનો આભાર વ્યક્ત કરે ટ્વીટ કર્યુ છે કે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ જૂઠના વાદળો અને જુમલાની કાળી ઘટાઓ પણ ભાજપને જનતાના રડારથી બચાવી નથી શકતી, પૂર્વાંચલ આભાર.

આ પણ વાંચોઃ ટાઈમ મેગેઝીને મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા તો ભડક્યા કબીર બેદીઆ પણ વાંચોઃ ટાઈમ મેગેઝીને મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા તો ભડક્યા કબીર બેદી

અખિલેશ યાદવે કર્યો ભાજપ પર કટાક્ષ

અખિલેશ યાદવે કર્યો ભાજપ પર કટાક્ષ

અખિલેશ યાદવે દાવો કર્યો કે ભાજપનું જવાનું નક્કી છે, પોતાના ટ્વીટ પહેલા મિર્ઝાપુરની એક જનસભામાં પણ અખિલેશ યાદવે મોદી અને યોગી સરકાર પર હુમલો કર્યો હતો, તેમણે કહ્યુ તેમની સરકાર અહંકારથી ભરાઈ ગઈ છે અને આ વાત જનતા સમજી ચૂકી છે.

અખિલેશ યાદવે ભાજપ પર સાધ્યુ જોરદાર નિશાન

તમને જણાવી દઈએ કે આ પહેલા અખિલેશ યાદવે ટાઈમ મેગેઝીનવાળા મુદ્દા પર પણ કહ્યુ હતુ કે દુનિયા પણ હવે એ કહેવા લાગી છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી લોકતંત્ર માટે કહેવા લાગી છે. ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરી યાદવે ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરીનો ઉલ્લેખ કરીને કહ્યુ, ‘આજે દુનિયાને એ કહેવુ શરૂ કરી દીધુ છે કે ભાજપ લોકતંત્ર માટે ખતરનાક છે, દુનિયાની સૌથી મોટી મેગેઝીને લખ્યુ છે કે આ એ જ લોકો છે જેમણે સમાજને વિભાજિત કર્યો છે, ભાજપના લોકો અચ્છે દિન વિશે વાત કરી રહ્યા હતા. ભાજપનો પાયો જૂઠ અને નફરત પર આધારિત છે અને ગઠબંધન તેને હલાવી દેશે.'

અમને મહામિલાવટી કહેનારા એ લોકો દેશમાં ભાગલા પાડે છેઃ અખિલેશ યાદવ

અમને મહામિલાવટી કહેનારા એ લોકો દેશમાં ભાગલા પાડે છેઃ અખિલેશ યાદવ

સપાના ટીપુ ભૈયાએ કહ્યુ હતુ કે તે અમને મહામિલાવટી અને દારૂ કહે છે પરંતુ તે પોતે કેટલા નીચે ઉતરી ગયા છે એનો અંદાજ તેમને નથી, આ વખતે ચૂંટણીમાં ભાજપ પોતાના ગઢોમાં પણ ખાતુ નહિ ખોલી શકે. સપા અધ્યક્ષે કહ્યુ કે પ્રધાનમંત્રી ગઈ સરકારો પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ આ વિશે વાત કરી રહ્યા છે, તે જાણવા ઈચ્છતા હતા કે જો સત્તાધારી પાર્ટી સસ્પેન્ડ કરાયેલા જવાનથી ડરે છે તો સરકાર આતંકવાદ સામે કેવી રીતે લડે છે.

એ સમજી ગયા છે કે તે હારી ગયા છે એટલા બદલાઈ ગઈ છે ભાષા

એ સમજી ગયા છે કે તે હારી ગયા છે એટલા બદલાઈ ગઈ છે ભાષા

તેમણે કહ્યુ કે 6 તબક્કાના મતદાનમાં ભાજપની ગણતરી બગડી ચૂકી છે અને આ કારણે હવે તે વિકાસ પર વાત નથી કરતા અને ના ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે એટલા માટે પીએમ પોતાના ભાષણમાં કંઈ પણ કહી રહ્યા છે. અખિલેશ યાદવે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 180 ડિગ્રી પ્રધાનમંત્રી છે. તે જે પણ કહે છે કે બરાબર તેનુ ઉલટુ જ કરે છે, તેમની ભાષા બદલાઈ ચૂકી છે, તે માત્ર એક ટકા લોકોના જ નેતા છે, અખિલેશે કહ્યુ કે ભાજપ સમજી ચૂકી છે કે હવે તે કેન્દ્રમાં સરકાર નથી બનાવવાની એટલા માટે તે આઈટી, સીબીઆઈ અને ઈડીની મદદ લઈ રહ્યા છે.

English summary
Akhilesh Yadav slams BJP, NDA is in even bigger problem because it is tied up with more than 35 parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X