For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કન્હૈયા કુમારના નોમિનેશનમાં આજે જાવેદ અખ્તર અને શબાના આઝમી જોડાશે

જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના બેગુસરાયથી લોકસભા ઉમેદવાર કન્હૈયા કુમાર આજે પોતાનું નોમિનેશન દાખલ કરશે.

|
Google Oneindia Gujarati News

જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના બેગુસરાયથી લોકસભા ઉમેદવાર કન્હૈયા કુમાર આજે પોતાનું નોમિનેશન દાખલ કરશે. કન્હૈયા કુમારની ટક્કર ભાજપના નેતા ગિરિરાજ સિંહ અને મહાગઠબંધનમાં શામિલ આરજેડી ઉમેદવાર તન્વીર હસન સાથે છે. આ સીટ પર ચોથા તબક્કા એટલે કે 29 એપ્રિલે મતદાન થશે. ખબર આવી રહી છે કન્હૈયા કુમારના નોમિનેશનમાં આજે જાવેદ અખ્તર અને શબાના આઝમી સહીત ઘણી મોટી હસ્તીઓ પણ આવી શકે છે.

આ પણ વાંચો: પહેલા તબક્કામાં આ 10 દિગ્ગજોની કિસ્મતનો ફેસલો થશે, આજે પ્રચારનો છેલ્લો દિવસ

કન્હૈયા કુમારને ઘણા દિગ્ગજો સમર્થન આપી રહ્યા છે

કન્હૈયા કુમારને ઘણા દિગ્ગજો સમર્થન આપી રહ્યા છે

જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારનું નામ ત્રણ વર્ષ પહેલા યુનિવર્સીટીમાં કથિત રીતે દેશ વિરોધી નારેબાજી કર્યા પછી સામે આવ્યું હતું, જેના અંગે તેમની સામે કેસ પણ ચાલી રહ્યો છે. કન્હૈયા કુમારને ઘણા દિગ્ગજો સમર્થન આપી રહ્યા છે. જાવેદ અખ્તર અને શબાના આઝમી પણ કન્હૈયાના સમર્થનમાં પ્રચાર કરવાની વાત કહી ચુક્યા છે, જયારે ગુજરાતના જીગ્નેશ મેવાની પણ સતત કન્હૈયાના પ્રચારમાં જોડાયેલા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કન્હૈયાના પક્ષમાં પ્રચારની વાત કહી ચુક્યા છે.

જેએનયૂ દેશદ્રોહ

જેએનયૂ દેશદ્રોહ

જેએનયૂ દેશદ્રોહ મામલામાં દિલ્હી સરકારે શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં લેખિત જવાબ દાખલ કર્યો છે. દિલ્હી સરકાર તરફથી દાખલ કરવામાં આવેલ જવાબમાં દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે છાનીમાની રીતે ઉતાવળે આરોપપત્ર દાખલ કર્યો છે અને કન્હૈયા કુમાર તથા અન્યો વિરુદ્ધ કેસ ચલાવવાની અનુમતી આપવાના સંબંધમાં ફેસલો લેવા માટે સરકારને એક મહિનાથી વધુનો સમય લાગશે.

કન્હૈયા કુમારની જીત સંવિધાનની હાર હશે

કન્હૈયા કુમારની જીત સંવિધાનની હાર હશે

શિવસેનાના મુખપત્ર સામનાના એક લેખમાં સંજય રાઉતે કહ્યું કે કન્હૈયા જેવા લોકો ઝેરની બોટલ જેવા છે, તેમની જીત દેશ માટે સારી નથી. તેમને કહ્યું કે ગિરિરાજ સિંહ સામે ઝેરની બોટલ કન્હૈયાની જીતનો મતલબ આ દેશના સંવિધાનની હાર થશે.

English summary
Kanhaiya Kumar, on April 9, when he files his nomination for the Begusarai Lok Sabha seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X