For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીનો હુમલોઃ જન્મથી OBC નથી મોદી, હોત તો RSS પીએમ ના બનાવતા

બસપા સુપ્રીમો માયાવતીએ એક વાર ફરીથી પીએમ પર તીખો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

2019નો રાજકીય સંગ્રામ ચાલુ છે અને પાંચ તબક્કાની ચૂંટણી બાદ બાકી બચેલા બે તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. યુપીમાં પણ હજુ બે તબક્કા હેઠળ 27 લોકસભા સીટો પર મતદાન થવાનુ છે જેના માટે ભાજપ, કોંગ્રેસ અને સપા-બસપા-આરએલડી મહાગઠબંધન સતત રાજકીય દાવપેચ અજમાવી રહ્યુ છે. લોકસભા ચૂંટણીની શરૂઆતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલાવર જોવા મળી રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ એક વાર ફરીથી પીએમ પર તીખો હુમલો કર્યો છે. માયાવતીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તે જન્મથી પછાત નથી. માયાવતીના આ નિવેદન બાદ યુપીનો રાજકીય પારો ફરીથી ચડી ગયો છે.

આ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યોઆ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

‘જબરદસ્તી પછાત બનેલા છે પીએમ મોદી'

‘જબરદસ્તી પછાત બનેલા છે પીએમ મોદી'

બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર હુમલો કરતા કહ્યુ કે, ‘પીએમ શ્રી મોદીએ હવે વધુ કંઈ નહિ તો ગઠબંધન પર જાતિવાદી હોવાનો જે આરોપ લગાવ્યો છે તે હાસ્યાસ્પદ અને અપરિપક્વ છે. જાતિવાદના અભિશાપથી પીડિત લોકો જાતિવાદી કેવી હોઈ શકે છે? શ્રી મોદી જન્મથી ઓબીસી નથી એટલા માટે તેમણે જાતિવાદનો દંશ નથી ઝેલ્યો અને આવી મિથ્યા વાતો કરે છે. આનાથી ઉલટુ શ્રી મોદી પોતાને જબરદસ્તી પછાત બનાવીને જાતિવાદને ખુલીને રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. જો તે જન્મથી પછાત હોત તો શું આરએસએસ તેમને ક્યારેય પીએમ બનવા દેત? આમ પણ શ્રી કલ્યાણ સિંહ જેવાના આરએસએસે શું ખરાબ હાલત કરી છે તે શું દેશ નથી જોઈ રહ્યો.'

‘મુલાયમ સિંહ પછાતોના અસલી નેતા'

‘મુલાયમ સિંહ પછાતોના અસલી નેતા'

તમને જણાવી દઈએ કે માયાવતી આ પહેલા પણ પીએમ મોદીને ઓબીસી મુદ્દે ઘેરી ચૂકી છે. થોડા દિવસો અગાઉ યુપીના મેનપુરીમાં આયોજિત મહાગઠબંધનની રેલીમાં માયાવતીએ કહ્યુ હતુ, ‘પીએમ મોદીએ સત્તાનો દૂરુપયોગ કરીને પોતાની જાતિને પછાત બનાવી દીધી અને હજુ પણ તે એમના(પછાતના) હક મારવાનું કામ કરી રહ્યા છે. પછાતના અસલી તેમજ વાસ્તવિક નેતા મુલાયમ સિંહ યાદવ છે. મુલાયમ સિંહે સપાના બેનર હેઠળ બધા વર્ગોના લોકોને પાર્ટી સાથે જોડ્યા છે. પ્રધાનમંત્રી મોદીની જેમ આ નકલી કે બનાવટી પછાત વર્ગના નથી. મુલાયમ સિંહ જન્મથી અસલી પછાત વર્ગના નથી.'

પીએમ પદ પર માયાવતીને અખિલેશનુ સમર્થન

પીએમ પદ પર માયાવતીને અખિલેશનુ સમર્થન

ઉલ્લેખનીય છે કે યુપીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને આરએલડી મહાગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. પીએમ પદ માટે સપા પ્રમુખ અખિલેશ યાદવ ખુલ્લી રીતે માયાવતીના નામનુ સમર્થન પણ કરી ચૂક્યા છે. હાલમાં જ ‘મુંબઈ મિરર'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં અખિલેશ યાદવે કહ્યુ કે તે દેશના સર્વોચ્ચ પદ પર એટલે કે પ્રધાનમંત્રીની ખુરશી પર બસપા સુપ્રીમો માયાવતીને જોવા ઈચ્છે છે અને તેમને આ લક્ષ્ય મેળવવાની દિશામાં કામ કરવામાં ખુશી થશે. અખિલેશ યાદવે કહ્યુ કે અમારા બંનેની મહત્વાકાંક્ષાઓ ક્યારેય ટકરાતી નથી. હું તેમને પ્રધાનમંત્રી રૂપે જોવાની પૂરી કોશિશ કરી રહ્યો છુ. અખિલેશ યાદવ આ પહેલા પણ ઈશારા ઈશારામાં માયાવતીનું સમર્થન કરવાની વાત કહેતા રહ્યા છે.

English summary
Lok Sabha Elections 2019: BSP Chief Mayawati Says PM Modi Is Not An OBC By Birth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X