For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર કોંગ્રેસનો મોટો આરોપ, ‘ભાજપ અધ્યક્ષના નિધન બાદ કરી તેમના પ્લૉટની ચોરી'

કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ પીએમ મોદીને ગુજરાતના ગાંધીનગરમાં બે પ્લૉટ વિશે સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 જેમ જેમ આગળ વધી રહી છે રાજકીય પારો પણ ચડતો જઈ રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ પીએમ મોદીને ગુજરાતના ગાંધીનગરમાં બે પ્લૉટ વિશે સવાલ ઉઠાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે વારાણસી લોકસભા સીટ પરથી સોગંદનામુ દાખલ કર્યુ છે. આ સોગંદનામાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પ્રવકતા પવન ખેડીએ સવાલ ઉઠાવ્યો, 'પીએમ મોદીનો પ્લૉટ નંબર 401 અને 411માંથી કયો છે? પહેલા સોગંદનામામાં તેમણે 2002માં પ્લૉટ નંબર 411 બતાવ્યો હતો. તે બાદ તમે 401 પર આવી ગયા, પ્લૉટ નંબર 411નો ઉલ્લેખ ખતમ થઈ ગયો.' ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ટ્વીટના માધ્યમથી જણાવ્યુ કે તે Amalgamate થઈ ગયા હતા, ચાર પ્લૉટ હતા એટલે કે ચાર પ્લૉટ જોડી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવકતાએ કહ્યુ, 'આ અલોટેડ પ્લૉટ્સ છે જેને ગુજરાત સરકાર ધારાસભ્યો, સાંસદો અને અમુક અધિકારીઓને અલોટ કરે છે હવે સોગંદનામામાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યુ છે Amalgamated. આ અંગે વધુ તપાસ કરતા માલુમ પડ્યુ કે આ જે અલોટેડ પ્લૉટ્સ છે તે ટ્રાંસફર ન થઈ શકે, વેચી ન શકાય. જ્યારે આ પ્લૉટ ટ્રાંસફર અને વેચી ન શકાતા હોય તો Amalgamate કેવી રીતે થઈ શકે, કેવી રીતે જોડાઈ જાય.'

આ પણ વાંચોઃ મોદી સામે નામાંકન રદ થયા બાદ તેજ બહાદૂરે ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજોઆ પણ વાંચોઃ મોદી સામે નામાંકન રદ થયા બાદ તેજ બહાદૂરે ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો

કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ પીએમ મોદી પર લગાવ્યા ગંભીર આરોપ

કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ પીએમ મોદી પર લગાવ્યા ગંભીર આરોપ

કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ રવિવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આ મુદ્દાને ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે આ પ્લૉટ વિશે 26 એપ્રિલના રોજ પીએમ મોદીના વારાણસીથી ઉમેદવારી ફોર્મ પહેલા અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ભાજપ તરફથી આ અંગે ટ્વીટ આવ્યુ હતુ. પવન ખેડાએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યુ, ‘જેમનો પ્લૉટ પીએમ મોદીએ પોતાના પ્લૉટમાં જોડી દીધો છે તેમનુ નામ છે પૂર્વ ભાજપ અધ્યક્ષ સ્વર્ગીય જનાકૃષ્ણમૂર્તિ. સપ્ટેમ્બર 2007માં તેમનુ નિધન થાય છે, તેના સાત મહિના બાદ આ પ્લૉટ તેમના પ્લૉટ તેમના પ્લૉટમાં જોડાઈ જાય છે. આના પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ પ્રવકતાએ સવાલ ઉઠાવ્યો કે છેવટે આ પ્લૉટને Amalgamate કરવાની સ્વીકૃતિ ક્યાંથી મળી. શું કોઈ મૃત વ્યક્તિ આના માટે પોતાની મંજૂરી આપી શકે છે? આ અંગે કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદી અને અરુણ જેટલી પાસે પુરાવા માંગ્યા છે. પવન ખેડાએ કહ્યુ કે અરુણ જેટલીનો પણ એ પ્લૉટમાં ભાગ છે. ચાર પ્લૉટને એક બનાવી દેવામાં આવ્યા છે. અરુણ જેટલી પોતાના સોગંદનામામાં કહે છે કે ચોથો ભાગ તેમનો છે. પીએમ મોદી કહે છે કે ચોથો ભાગ તેમનો છે. બાકી બે પ્લૉટ એક સ્વર્ગીય જનાકૃષ્ણમૂર્તિનો છે અને એક ભાજપના મોટા નેતાનો છે.'

પૂર્વ ભાજપ અધ્યક્ષ સ્વર્ગીય જનાકૃષ્ણમૂર્તીના પ્લૉટ વિશે ઉઠાવ્યા સવાલ

પૂર્વ ભાજપ અધ્યક્ષ સ્વર્ગીય જનાકૃષ્ણમૂર્તીના પ્લૉટ વિશે ઉઠાવ્યા સવાલ

આ પ્લૉટ અંગે કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી મોદી પર પૂર્વ ભાજપ અધ્યક્ષ સ્વર્ગીય જનાકૃષ્ણમૂર્તીનો પ્લૉટ ચોરી કરવાનો આરોપ લગાવીને કહ્યુ કે પીએમ મોદીએ પોતાના સોગંદનામામાં પ્લૉટ વિશે સ્પષ્ટ માહિતી આપી નથી. પ્લૉટના અલોટમેન્ટ વિશે પણ એક જૂઠ છે કે હું ચોથા ભાગનો ભાગીદાર છુ, પ્લૉટનું Amalgamation ગેરકાયદેસર છે, કોંગ્રેસે આના પુરાવા રજૂ કરવા કહ્યુ છે. કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ દાવો કર્યો કે પીએમ મોદીને પૂછવુ જોઈએ કે તેમનો ભૂખંડ કયો છે કારણક 2002માં પહેલા સોગંદનામામાં તેમણે કહ્યુ કે પ્લૉટ 411 તેમનો છે, પછી આગામી સોગંદનામામાં કહ્યુ કે 401/A તેમનો છે અને આમાં ભૂખંડ નંબર 411નો કોઈ ઉલ્લેખ નહોતો. આ વિશે કોંગ્રેસ પ્રવકતાએ પીએમ મોદીને તેમના પ્લૉટ વિશે સવાલ કર્યો છે.

રાજીવ ગાંધી વિશે પીએમ મોદીની ટિપ્પણી પર કર્યો પલટવાર

રાજીવ ગાંધી વિશે પીએમ મોદીની ટિપ્પણી પર કર્યો પલટવાર

એટલુ જ નહિ પવન ખેડાએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિશે પ્રધાનમંત્રી રાજીવ ગાંધી વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર પલટવાર કર્યો. તેમણે કહ્યુ કે રાજીવ ગાંધી પર તમારી ટિપ્પણી બિમાર માનસિકતા દર્શાવે છે. એક દિવંગત વ્યક્તિએ સાબિત કરી દીધુ કે તે દેશ માટે બધુ કરવા માટે તૈયાર હતા. આ કોંગ્રેસ પાર્ટીના નેતાનું અપમાન નથી, આ દેશના એક લાડલાનું અપમાન છે. દેશ આ ટિપ્પણી માટે તમને માફ કરવાના મૂડમાં નથી.

English summary
Lok Sabha Elections 2019: Congress alleges Narendra Modi plot Gujarat bjp Affidavit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X