મોદી પરના નિવેદનને લઈ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી, 48 કલાકમાં માંગ્યો જવાબ
મોદી પરના નિવેદનને લઈ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી, 48 કલાકમાં માંગ્યો જવાબ
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીને લઈ આપેલ નિવેદન બદલ નોટિસ પાઠવી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી આદિવાસિઓને ગોળી મારી શકાય તેવો કાયદો લાવી રહ્યા છે. પંચે રાહુલ ગાંધીના નિવેદનને આચાર સંહિતાનો ઉલ્લંઘન માનતા 48 કલાકમાં જવાબ આપવા કહ્યું છે. મધ્ય પ્રદેશના શહડોલમાં પોતાના ચૂંટણી ભાષણમાં રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના શહડોલમાં 23 એપ્રિલે જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ એક નવો કાયદો બનાવ્યો છે જેમાં એક લાઈન છે કે આદિવાસીઓને ગોળી મારી શકાય છે. આ કાયદામાં આદિવાસિઓ પાસેથી જંગલ, જમીન, જળ લઈ તેમની ગોળી પણ મારી શકાય છે. રાહુલ ગાંધીના આ નિવેદનને આચાર સંહિતાનો ભંગ અને જૂઠું ગણાવતા ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. પંચે મધ્ય પ્રદેશના ચૂંટણી કમિશનરને આ ભાષણનું રેકોર્ડિંગ અને લેખિતમાં કોપી મંગાવી, જે બાદ રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી છે.
ચૂંટણી પંચે બુધવારે મધ્ય પ્રદેશની ભોપાલ સીટથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર પર 3 દિવસ પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 2મેના રોજ સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવાનો તેમને ગર્વ છે. ચૂંટણી પંચે પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનને આચાર સંહિતાનો ઉલ્લંઘન માનતાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
દેશમાં 17મી લોકસભા માટે લોકસભા ચૂંટણી થઈ રહી છે. સાત તબક્કામાં ચૂંટણી થઈ રહી છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલ, બીજા તબક્કામાં 18 એપ્રિલ, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલ અને ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. પાંચમાં તબક્કામાં 6મેના રોજ, છઠ્ઠા તબક્કામાં 12મેના રોજ અને સાતમાં તબક્કામાં 19 મેના રોજ મતદાન થનાર છે. 23મી મેના રોજ પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો- કિસાન મોર્ચાના ખેડૂતોને સંબોધિત કરશે મોદી, જયપુરમાં રાહુલની રેલી












Click it and Unblock the Notifications
