પ્રતિબંધ છતાં મંદિર જવા બાબતે પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની નોટિસ
માલેગાંવ બ્લાસ્ટ આરોપી અને ભોપાલ લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી પંચ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે.
માલેગાંવ બ્લાસ્ટ આરોપી અને ભોપાલ લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી પંચ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ તેમને ચૂંટણી પ્રચાર પર 72 કલાક પ્રતિબંધ હોવા છતાં પ્રચાર કરવા બાબતે આપવામાં આવી છે. અધિકારીઓએ પ્રજ્ઞા સિંહ ઠાકુરને આ મામલે જવાબ આપવા માટે જણાવ્યું છે, જયારે બીજી બાજુ પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું કે તેઓ નોટિસનો જવાબ આપવા માટે તૈયાર છે કારણકે તેમને કોઈ પણ પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું નથી.

આપને જણાવી દઈએ કે બાબરી મસ્જિદ તોડવા અંગે વિવાદિત નિવેદન પર ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર પર 72 કલાકનો ચૂંટણી પ્રચાર બેન લગાવી દીધો હતો. આ પ્રતિબંધ પછી પ્રજ્ઞા ઠાકુરે ત્રણ દિવસ સુધી મંદિર મંદિર જઈને પૂજા અર્ચના કરી. તેમને લોકો વચ્ચે બેસીને ભજન મંડળી સાથે ખુબ મંજીરા પણ વગાડ્યા, પરંતુ પ્રતિબંધને કારણે પ્રજ્ઞા ઠાકુરે ત્યાં કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરી. મંદિરમાં પ્રજ્ઞા ઠાકુરને જોવા માટે લોકોની ભીડ જામતી હતી.
Madhya Pradesh: Bhopal District Election Officer sends notice to BJP candidate from Bhopal, Pragya Singh Thakur over complaint of her campaigning during the 3-day period when she was barred by EC from campaigning. The officer has sought a reply from her. (file pic) pic.twitter.com/810zxx44Yt
— ANI (@ANI) May 5, 2019
સાધ્વી પ્રજ્ઞાના આ પગલાંની કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે પ્રતિબંધ હોવા છતાં મંદિર અને ગૌશાળામાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જવાની ફરિયાદ ચૂંટણી પંચના અધિકારીઓને કરી. ત્યારપછી પ્રજ્ઞા સિંહ ઠાકુરને નોટિસ મોકલીને તેનો જવાબ માંગવામાં આવ્યો છે. પ્રજ્ઞા સિંહ ઠાકુરનો જવાબ આવ્યા પછી અધિકારીઓ તેનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે.
આ પણ વાંચો: Video: ભાજપા નેતા બોલી, કુતરા જેમ ઘસેડીને ઘરેથી બહાર કાઢીશ












Click it and Unblock the Notifications
