Video: ભાજપા નેતા બોલી, કુતરા જેમ ઘસેડીને ઘરેથી બહાર કાઢીશ
ચૂંટણી સમયમાં નેતાઓ સતત વિવાદિત નિવેદનો આપી રહ્યા છે અને તેઓ પોતાની બધી જ મર્યાદાઓ પાર કરી રહ્યા છે.
ચૂંટણી સમયમાં નેતાઓ સતત વિવાદિત નિવેદનો આપી રહ્યા છે અને તેઓ પોતાની બધી જ મર્યાદાઓ પાર કરી રહ્યા છે. હાલમાં લેટેસ્ટ મામલો પશ્ચિમ બંગાળનો છે, જ્યાં ભાજપા ઉમેદવાર અને પૂર્વ આઇપીએસ અધિકારી ભારતી ઘોષે તુલમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓને ખુલ્લી ધમકી આપી. તેમની આ ધમકીનો વીડિયો સામે આવ્યો છે, જે સોશ્યિલ મીડિયા ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારતી સાથે તમામ સુરક્ષાકર્મીઓ પણ હાજર છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતી ઘોષ ટીએમસી કાર્યકર્તાઓને કહી રહી છે કે તમે લોકોને વોટ નહીં આપવાની ધમકી આપી રહ્યા છો. હું તમને તમારા ઘરથી કૂતરાની જેમ ઘસેડીને બહાર કાઢીશ. હું ઉત્તરપ્રદેશના હજારો લોકોને અહીં બોલાવીશ અને તેમને માર મારીશ. સૌથી મોટી બાબત છે કે આ વીડિયોમાં તેમની સાથે સુરક્ષાકર્મીઓ પણ છે પરંતુ કોઈ પણ તેમના આ નિવેદન પર વિરોધ વ્યક્ત નથી કરતા. ભારતી ઘોષ પશ્ચિમ બંગાળની ઘટન સીટથી ભાજપા ઉમેદવાર છે.
#WATCH:BJP candidate from Ghatal, WB & ex IPS officer Bharati Ghosh threatens TMC workers,says,"You are threatening people to not cast their votes. I will drag you out of your houses and thrash you like dogs. I will call a thousand people from Uttar Pradesh to beat you up." (4/5) pic.twitter.com/GvX650F6n9
— ANI (@ANI) May 5, 2019
આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે તેઓ મોટી જીત નોંધાવશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહ સતત પશ્ચિમ બંગાળની મુલાકાત લઇ રહ્યા છે અને બધી જ રેલીઓને સંબોધન કરી રહ્યા છે. અમિત શાહ ખુલ્લેઆમ મમતા બેનર્જીને પડકાર આપી રહ્યા છે કે આ વખતે બંગાળના લોકો અરાજક શાશન કાળને ઉખાડીને ફેંકી દેશે. હાલમાં જ તેમને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી પછી ટીએમસી માટે પોતાની સરકાર બચાવવું મુશ્કિલ થશે. અમિત શાહે કહ્યું કે દીદી પોતાની સરકાર બચાવી શકે તો બચાવી લે.
આ પણ વાંચો: બાબા રામદેવનું નિવેદન ફરીથી વાયરલ, 'નોટબંધીમાં થયો 3-5 લાખ કરોડનો ગોટાળો'












Click it and Unblock the Notifications
