અંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ
લોકસભા ચૂંટણી 2019માં છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે એક વીડિયો શેર કરીને ખૂબ ખાસ ટ્વીટ કર્યુ છે.
લોકસભા ચૂંટણી 2019માં છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે એક વીડિયો શેર કરીને ખૂબ ખાસ ટ્વીટ કર્યુ છે. આ ટ્વીટમાં તેમણે સામાન્ય ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે મહિલાઓની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યુ, 'આજે સાતમાં તબક્કાની ચૂંટણી થઈ રહી છે. આપણી માતાઓ અને બહેનોએ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી. માત્ર ઉમેદવાર તરીકે નહિ પરંતુ સાથે એક પ્રતિબદ્ધ મતદાર તરીકે પણ તેમનો અવાજ સાંભળવો જોઈએ.'
|
રાહુલ ગાંધીએ શેર કર્યો 30 સેકન્ડનો વીડિયો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર અકાઉન્ટથી રવિવારે 30 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો જેમાં મહિલા મતદારો સમાન અવસર, સમ્માન અને એક દેશ સહિત અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી રહી છે. વીડિયોમાં આ મહિલાઓએ એ પણ આશા વ્યક્ત કરી કે કોંગ્રેસની ન્યાય યોજના તેમને યોગ્ય ન્યાય આપવામાં સફળ રહેશે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહી મોટી વાત
આ સાથે રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યુ, ‘આજે મતદાનનો સાતમો અને અંતિમ તબક્કો છે. આપણી માતાઓ અને બહેનોએ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. માત્ર ઉમેદવાર તરીકે નહિ પરંતુ પ્રતિબદ્ધ મતદારો તરીકે પણ જેમનો અવાજ સાંભળવો જોઈએ. હું એ બધાને સલામ કરુ છુ.' તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન બાદ હવે બધા ચૂંટણી પરિણામોની રાહ છે. 23મેના રોજ મતોની ગણતરી થશે અને ચૂંટણી પરિણામો સામે આવશે.

ચૂંટણી પરિણામો પહેલા શરૂ થયો બેઠકોનો દોર
બીજી તરફ ચૂંટણી પરિણામો પહેલા જ દિલ્લીમાં રાજકીય પારો ગરમાવા લાગ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સતત વિપક્ષી દળોના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરવામાં લાગ્યા છે. આ કડીમાં તેમણે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. એટલુ જ નહિ રવિવારે પણ ચંદ્રબાબુ નાયડુએ એક વાર કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત કરી છે. ચંદ્રબાબુ નાયડુએ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી છે. આ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી સાથે પણ ચંદ્રબાબુ નાયડુએ મુલાકાત કરી છે.












Click it and Unblock the Notifications
