Live: રાહુલ ગાંધીએ અમેઠીથી નોમિનેશન દાખલ કર્યું

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે યુપીની અમેઠી લોકસભા સીટથી નોમિનેશન દાખલ કરશે. લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને યુપીની અમેઠી સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે યુપીની અમેઠી લોકસભા સીટથી નોમિનેશન દાખલ કરશે. લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને યુપીની અમેઠી સીટથી ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશન દાખલ કરતા પહેલા રાહુલ ગાંધી અમેઠીમાં રોડ શૉ કરશે, જેમાં તેમની સાથે તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી હાજર રહેશે. લોકસભા ચૂંટણીની લાઈવ અપડેટ અહીં જોતા રહો...

Rahul Gandhi

Apr 10, 2019, 1:18 pm IST

રાહુલ ગાંધીએ અમેઠીથી નોમિનેશન દાખલ કર્યું. નોમિનેશન વખતે તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ હાજર હતા
Apr 10, 2019, 12:40 pm IST

રાહુલ ગાંધી આજે અમેઠીમાં નોમિનેશન દાખલ કરશે. નોમિનેશન પહેલા તેઓ રોડ શૉ કરી રહ્યા છે. રોડ શૉમાં પ્રિયંકાની દીકરી મિરાયા અને દીકરો રેહાન પણ હાજર
Apr 10, 2019, 12:38 pm IST

નોમિનેશન પહેલા અમેઠીમાં રાહુલ ગાંધીનો રોડ શૉ શરુ થયો. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ હાજર
Apr 10, 2019, 10:26 am IST

રાહુલ ગાંધી અમેઠી પહોંચ્યા, થોડા જ સમયમાં રોડ શૉ શરુ કરશે. આ રોડ શૉમાં તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી હાજર રહેશે.
Apr 10, 2019, 10:25 am IST

જમ્મુ કાશ્મીર રાજોરીમાં પોતાના સંબંધિત મતદાન કેન્દ્રો માટે પોલિંગ પાર્ટીઓ રવાના થઇ પહેલા તબક્કામાં જમ્મુ કાશ્મીરની બે સીટો પર ચૂંટણી થશે
Apr 10, 2019, 10:23 am IST

બહુજન સમાજવાદી પાર્ટીની ટ્રાન્સજેન્ડર ઉમેદવાર કાજલ કિન્નરે ઑડિશાની કોરાઈ વિધાનસભા સીટથી નોમિનેશન દાખલ કર્યું
Apr 10, 2019, 10:22 am IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે યુપીની અમેઠી લોકસભા સીટથી નોમિનેશન દાખલ કરશે નોમિનેશન દાખલ કરતા પહેલા તેઓ આજે યુપીમાં રોડ શૉ પણ કરશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X