પીએમ બન્યા પછી પહેલીવાર અયોધ્યા જશે નરેન્દ્ર મોદી
લોકસભા ચૂંટણી 2019 હેઠળ ત્રણ તબક્કામાં મતદાન પૂરું થઇ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં રોડ શૉ કરશે અને કાલે નોમિનેશન દાખલ કરશે.
લોકસભા ચૂંટણી 2019 હેઠળ ત્રણ તબક્કામાં મતદાન પૂરું થઇ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં રોડ શૉ કરશે અને કાલે નોમિનેશન દાખલ કરશે. આ બધા વચ્ચે એક મોટી ખબર આવી રહી છે કે પીએમ મોદી 1 મેં દરમિયાન અયોધ્યા જશે, જ્યાં તેઓ એક ચૂંટણી રેલીનું સંબોધન કરશે. પીએમ મોદી છેલ્લા 5 વર્ષમાં પહેલીવાર અયોધ્યા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: વારાણસીમાં પીએમ મોદી સામે કોંગ્રેસે આ નેતાને ઉતાર્યો

પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા જશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 1 મેં દરમિયાન અયોધ્યા જશે, જ્યાં ગોસાઈગંજમાં તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરી શકે છે. પીએમ મોદીના અયોધ્યા આવવાના રાજનૈતિક સમીકરણો ગણાવવામાં આવી રહ્યા છે. રામ મંદિરનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે, તેવી સ્થિતિમાં પીએમ મોદીનું અહીં આવવાનું ચોક્કસ રાજનીતિમાં ગરમાવો લાવી શકે છે.

1 મેં દરમિયાન ચૂંટણી રેલી કરશે
લાંબા સમયથી અયોધ્યા મુદ્દો દેશની રાજનીતિનું કેન્દ્ર રહ્યો છે. રામ મંદિર અંગે અયોધ્યામાં સાધુ-સંતોની નારાજગી પણ સામે આવી છે. આ મુદ્દે વિહિપ અને સંઘ સતત ભાજપ પર દબાણ કરી રહ્યા છે. રામ મંદિર મુદ્દે રાજનીતિ સતત ગરમાતી રહી છે. અયોધ્યામાં સાધુ-સંતો પણ માંગ કરી રહ્યા છે કે પીએમ મોદીએ એકવાર અહીં આવવું જોઈએ.

પીએમ બન્યા પછી પહેલીવાર અયોધ્યા જશે નરેન્દ્ર મોદી
આપને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં પહેલીવાર છે જયારે પીએમ રહેતા નરેન્દ્ર મોદી અયોધ્યા જશે અયોધ્યામાં પાંચમા તબક્કામાં 6 મેં દરમિયાન વોટિંગ થશે. યોગી સરકારે અયોધ્યાને મહત્વ આપ્યું છે. દિવાળી દરમિયાન દીપોત્સવ કાર્યક્રમ ઘ્વારા સીએમ યોગી આદિત્યનાથે સંદેશ આપવાની પણ કોશિશ કરી, પરંતુ રામ મંદિર મુદ્દે સાધુ-સંતો હવે ધીરજ ગુમાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
