દીદી ગભરાયેલી છે, શાંતિથી સુઈ પણ નથી શકતી- પીએમ મોદી
પીએમ મોદી આજે દેશના ત્રણ અલગ અલગ રાજ્યોમાં રેલી કરશે. તેમની પહેલી રેલી પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં છે
પીએમ મોદી આજે દેશના ત્રણ અલગ અલગ રાજ્યોમાં રેલી કરશે. તેમની પહેલી રેલી પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં છે, ત્યારપછી પીએમ મોદી ત્રિપુરાના ઉદયપુર અને મણિપુરના ઇન્ફાલમાં ચૂંટણી સભા સંબોધિત કરશે. ઉત્તરપ્રદેશમાં આજે મહાગઠબંધનની પણ મોટી રેલી છે. આજે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા છે. મમતાના ગઢમાં આજે પીએમ મોદીએ મમતા બેનર્જી પર ઘણા આરોપો લગાવ્યા છે.
આ પણ વાંચો: પીએમ ખતરનાક આતંકી જેવા બની ગયા છે: ચંદ્રાબાબુ નાયડુ

દીદીની બેચેની વધે છે
કૂચબિહારમાં પીએમ મોદીએ સભાને સંબોધન કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી આજકાલ બરાબર સુઈ પણ નથી શકતી. પીએમ મોદીએ કહ્યું કે તમે જેટલું મોદી મોદી કરો છો એટલી જ દીદીની બેચેની વધે છે.

દીદી કેટલી ગુસ્સામાં છે
પીએમ મોદીએ અહીં રેલીને સંબોધન કરતા કહ્યું કે રાજનીતિમાં જમીન ખસકી જવી શુ હોય છે, તે જાણવું હોય તો દીદીની બોખલાહટ, દીદીનો ગુસ્સો જોઈને સમજી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે દીદી જે રીતે ચૂંટણી પંચ પર ભડકેલી છે, તેનાથી ખબર પડે છે કે દીદી કેટલી ગુસ્સામાં છે.

દીદીનો અસલી ચહેરો લોકોની સામે આવી ચુક્યો છે
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલીમાં કહ્યું કે દીદીનો અસલી ચહેરો લોકોની સામે આવી ચુક્યો છે. દીદીએ લોકોના સપના તોડી નાખ્યા છે. તેમને કહ્યું કે દીદી એવા લોકોનો સાથે આપી રહી છે, જેઓ ભારતમાં બે પ્રધાનમંત્રી ઈચ્છે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે તમારો આ ચોકીદાર તમારા હિતોની રક્ષા કરવા માટે સચેત છે.












Click it and Unblock the Notifications
