For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ભાજપે સાધ્વી પ્રજ્ઞાના પોસ્ટર લગાવી કોંગ્રેસ પર પ્રહાર કર્યો

દિલ્હીમાં ભાજપે સાધ્વી પ્રજ્ઞાના પોસ્ટર લગાવી કોંગ્રેસ પર પ્રહાર કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પર કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ વિરુદ્ધ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને મેદાનમાં ઉતાર્યાં છે. ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવતાં વિપક્ષી પાર્ટીઓ તરફથી પણ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. બીજી બાજુ માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી પ્રજ્ઞા ઠાકુરના બહાને ભાજપ કોંગ્રેસ પર હુમલા તેજ કરતી જણાઈ રહી છે. દિલ્હીમાં ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ પ્રજ્ઞા ઠાકુરના પોસ્ટર લગાવી કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે.

દિલ્હી ભાજપ ઑફિસ બહાર પ્રજ્ઞા ઠાકુરનું પોસ્ટર

દિલ્હી ભાજપ ઑફિસ બહાર પ્રજ્ઞા ઠાકુરનું પોસ્ટર

તેજિંદર પાલ સિંહ બગ્ગાએ દિલ્હી ભાજપ ઑફિસની બહાર પ્રજ્ઞા ઠાકુરનું એક પોસ્ટર લગાવ્યું છે જેમાં સાધ્વીને બિસ્તર પર બીમાર હાલતમાં દેખાડવામાં આવી છે. આ પોસ્ટર પર કટાક્ષ કરતા લખ્યું કે 'હવે થશે ન્યાય', ભાજપે ટ્વીટ પણ કર્યું જેમાં પ્રજ્ઞા ઠાકુરનું પોસ્ટર પણ જોવા મળી શકે છે. કોંગ્રેસે 'ન્યાય' એટલે કે ન્યૂનતમ આવક યોજનાની ઘોષણા બાદ 'હવે થશે ન્યાય' કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. ભાજપે કોંગ્રેસની આ ટેગલાઈનનો ઉપયોગ કરી પ્રહાર કર્યો.

પોસ્ટર પર લખ્યું, હવે થશે ન્યાય

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ ભાજપ પર વિપક્ષી દળોએ હુમલા તેજ કર્યા છે. તહસીન પૂનાવાલાએ ચૂંટણી પંચને ચિઠ્ઠી લખી છે કે આતંકવાદના કેસમાં આરોપી હોવાના કારણે પ્રજ્ઞા ઠકુરની ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે. સાધ્વી પ્રજ્ઞા પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. તેમની ઓળખ હિન્દુત્વના પ્રતિનિધિત્વ કરનાર સાધ્વી તરીકે થાય છે. હવે આ હિંદુત્વના કાર્ડના સહારે ભાજપ દિગ્વિજય સિંહને માત આપવાની કોશિશમાં લાગી છે.

રડવા માંડી સાધ્વી પ્રજ્ઞા

રડવા માંડી સાધ્વી પ્રજ્ઞા

ભોપાલથી ઉમેદવારી ઘોષિત થયા બાદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે પણ કહ્યું કે તેઓ તૈયાર છે, તેમની સામે કોઈ પડકાર નથી, હવે તેઓ ચૂંટણી લડવાના કામમાં લાગી ગઈ છે. ગુરુવારે પ્રજ્ઞા ઠાકુર ભોપાલની એક જનસભામાં માલેગાંવ બ્લાસ્ટમાં ધરપકડ દરમિયાન કરવામાં આવેલ વર્તાવનો ઉલ્લેખ કરતી સમયે રડી પડી. તેમણે આ સમાજમાં ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ વિરુદ્ધ પણ હુલમો કર્યો.

ઉર્મિલાએ ઉડાવી પીએમ મોદીની બાયોપિકની મજાક, ‘56 ઈંચની છાતીવાળા નીકળ્યા બેકાર' ઉર્મિલાએ ઉડાવી પીએમ મોદીની બાયોપિકની મજાક, ‘56 ઈંચની છાતીવાળા નીકળ્યા બેકાર'

દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યું

દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યું

આ દરમિયાન તેમણે દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યુંઅને કહ્યું કે, આ વિધર્મિઓને શું ખબર, બીજાઓની પત્નીઓને છીનવી લે છે, કેમ કે દિલ આવી ગયું છે. મારે કાંઈ નથી, બધું રાષ્ટ્રનું છે. આદેશ માની અહીં આવવું જ પડ્યું. હું નેતાગીરી કરવા નથી આવી. આપણા ભોપાલને સુરક્ષિત કરવા માંગતા હોય તો આવા લોકોને ભગાવી દો. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે જે ભગવો આતંકવાદ અને હિંદુત્વને આતંકવાદ કહે છે તે ષડયંત્ર કોંગ્રેસ તરફથી તેમણે જ આ વિવાદ ઉભો કર્યો છે માટે તેઓ ડરી રહ્યા છે.

English summary
Lok Sabha elections 2019: Pragya Thakur Poster in Delhi, BJP targets congress's scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X