For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રચાર ખતમ થયા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરીને જણાવ્યુ 23મેએ શું થશે

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પરિણામ વિશે એક મોટી વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણી હવે પોતાના અંતિમ સમયમાં આવી પહોંચી છે. રવિવાર એટલે કે 19 મેના રોજ બાકી રહેલી 59 લોકસભા સીટો પર અંતિમ તબક્કાના મતદાન સાથે જ એક મહિનાથી વધુ સમય સુધી ચાલનાર આ ચૂંટણીનું સમાપન થઈ જશે. ત્યારબાદ 23 મેના રોજ ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે દેશમાં આવનારી સરકાર કોની હશે. ચૂંટણી પરિણામ વિશે શુક્રવારે પીએમ મોદીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો કે દેશમાં ફરીથી એક વાર એનડીએની પૂર્ણ બહુમતની સરકાર બનશે. વળી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીસીમાં કહ્યુ કે નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણી હારી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પરિણામ વિશે એક મોટી વાત કહી છે.

આ પણ વાંચોઃ પ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા દરેક સવાલને પીએમ મોદીએ અમિત શાહ તરફ વાળ્યાઆ પણ વાંચોઃ પ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા દરેક સવાલને પીએમ મોદીએ અમિત શાહ તરફ વાળ્યા

જાણો પ્રિયંકા ગાંધીએ શું કહ્યુ?

જાણો પ્રિયંકા ગાંધીએ શું કહ્યુ?

પ્રિયંકા ગાંધીએ સાતમાં અને અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર ખતમ થયા બાદ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યુ, ‘પ્યારા દોસ્તો, 60 દિવસોથી એક વ્યક્તિ-એક મત એટલે કે બધાની રાજકીય બરાબરીના જોશીલો ચૂંટણી પ્રચાર અભિયાન તમારા પ્રેમને કારણે સંભવ થયો. ભાજપની તમામ કોશિશ છતાં અમે ચૂંટણીને રોજગાર, ખેતી અને કમાણીના મુદ્દાથી ભટકવા ના દીધી. 23 તારીખે ન્યાય અને જનતાની અવાજની જીત નિશ્ચિત કરી છે.' તમને જણાવી દઈએ કે અંતિમ તબક્કાના મતદાનમાં પૂર્વી યુપીની પણ 13 સીટો પર મત નાખવામાં આવશે. આ સીટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર વારાણસી અને સીએમ યોગીનો ગઢ ગોરખપુર પણ શામેલ છે.

પીએમ મોદીએ ન આપ્યા પત્રકારોના કોઈ સવાલોના જવાબ

પીએમ મોદીએ ન આપ્યા પત્રકારોના કોઈ સવાલોના જવાબ

ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે ચૂંટણી પ્રચાર શમી ગયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્લીમાં ભાજપ કાર્યાલય પર પ્રેસ કૉન્ફરન્સ કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં પાંચ વર્ષ પૂર્ણ બહુમતની સરકાર રહી અને 23મે બાદ એક વાર ફરીથી પૂર્ણ બહુમતની જ સરકાર બનવા જઈ રહી છે. જો કે આ દરમયાન પીએમ મોદીએ પત્રકારોના કોઈ સવાલના જવાબ આપ્યા નહિ. પત્રકારોના સવાલોના જવાબ અમિત શાહે જ આપ્યા. ત્યારબાદ પીએમની આ પ્રેસ કૉન્ફરન્સ વિશે કોંગ્રેસ સહિત વિપક્ષે સવાલ ઉઠાવ્યા અને પ્રેસ કૉન્ફરન્સને પીએમના ‘મનની વાત' ગણાવી. વિપક્ષે કહ્યુ કે પીએમ સવાલોથી ડરે છે.

‘અભિનંદન મોદીજી! સુંદર પ્રેસ કૉન્ફરન્સ!'

‘અભિનંદન મોદીજી! સુંદર પ્રેસ કૉન્ફરન્સ!'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીની પ્રેસ કૉન્ફરન્સ પર કટાક્ષ કરીને કહ્યુ, ‘અભિનંદન મોદીજી! સુંદર પ્રેસ કૉન્ફરન્સ! આવતી વખતે અમિત શાહ તમને અમુક સવાલોના જવાબ આપવાની મંજૂરી આપી શકે છે. ખૂબ સરસ!' વળી, પોતાની પ્રેસ કૉન્ફરન્સમા રાહુલ ગાંધીએ કહ્યુ કે આ ચૂંટણી અમુક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લડવામાં આવી. બેરોજગારી, ખેડૂત સમસ્યા, રાફેલનો ભ્રષ્ટાચાર, નોટબંધી, ગબ્બર સિંહ ટેક્સ, કથળી ગયેલી અર્થવ્યવસ્થા પરંતુ મોદીજીએ આનો કોઈ જવાબ આપ્યો નહિ. રાહુલે કહ્યુ કે આ વિચિત્ર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ સાથે પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા છે. સાંભળ્યુ છે કે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે અને અમુક પત્રકારોને ઘૂસવા દેવામાં નથી આવી રહ્યા. બંધ રૂમમાં પ્રેસ કૉન્ફરન્સ થઈ રહી છે.

English summary
Lok Sabha Elections 2019: Priyanka Gandhi Tweets About Elections Result On 23 May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X