For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ નિર્માતાએ કન્હૈયાને ગણાવ્યો આતંકવાદી, કહ્યું- દેશના ટૂકડા કરવા માંગે છે

ફિલ્મ નિર્માતાએ કન્હૈયાને ગણાવ્યો આતંકવાદી, કહ્યું- દેશના ટૂકડા કરવા માંગે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ફિલ્મ પ્રોડ્યૂસર અશોક પંડિતે બિહારના બેગૂસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારને પોતાના ટ્વીટમાં આતંકવાદી કહ્યો. કન્હૈયાએ ભાજપ પર નિશાન સાધતા એક ટ્વીટ કર્યું હતું, જેના જવાબમાં પંડિતે લખ્યું કે તૂ તો આતંકવાદી જેવો છે, દેશને તોડવા ઈચ્છે છે. પંડિત ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરના પણ કો-પ્રોડ્યૂસર છે.

કન્હૈયાના ટ્વીટના જવાબમાં તેને કહ્યો આતંકી જેવો

કન્હૈયાના ટ્વીટના જવાબમાં તેને કહ્યો આતંકી જેવો

મંગળવારે કન્હૈયા કુમારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે 'યે લડાઈ પઢાઈ ઔર કડાહી કે બીચ હે- એક બાજુ લોકો છે જેઓ ભણી-ગણીને દેશનું ભવિષ્ય બનાવવા માંગે છે તો બીજી બાજુ એવા લોકો છે જેઓ આવા ભણેલા ગણેલા લોકો પાસે દિવસના 200 રૂપિયા લેખે પકોડા તળાવવા માંગે છે. કોઈ એન્જિનિયર મજબૂરીમાં ખલાસી બને તો તે રોજગારી નથી, બલકે સરકારની નીતિઓનો અત્યાચાર છે.' આ ટ્વીટના જવાબમાં અશોક પંડિતે લખ્યું કે 'તૂં ત્રણમાંથી એકેય કેટેગરીમાં નથી આવતો કેમ કે તું દેશના ટૂકડે-ટૂકડા કરવા માંગે છે. તૂં એક આતંકવાદીથી ઓછો નથી. આ દેશ તને માફ નહિ કરે. ડિપોઝિટ તો જપ્ત તારી જપ્ત થશે જ.'

કન્હૈયા વિરુદ્ધ રાજદ્રોહનો કેસ

જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય 2016માં કથિત રીતે દેશ વિરોધી નારા લગાવવા આવેલા મામલામાં વિદ્યાર્થીઓ પર રાજદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો હતો. જેમાં વિશ્વવિદ્યાલય છાત્રસંઘના તત્કાલીન અધ્યક્ષ કન્હૈયા કુમારનું નામ પણ સામેલ છે. આ મામલો ન્યાયાલયમાં વિચારાધીન છે.

કન્હૈયા સામે ગિરિરાજ સિંહ

કન્હૈયા સામે ગિરિરાજ સિંહ

કન્હૈયા કુમારને સીપીઆઈએ બેગૂસરાયથી ઉમેદવાર બનાવ્યો છે. અહીં તેની સામે ભાજપથી ગિરિરાજ સિંહ અને રાજદથી તનવીર હસન મેદાનમાં છે. બેગૂસરાયમાં દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર અને મુંગેરની સાથે 29 એપ્રિલે ચોથા તબક્કામાં મતદાન થશે. કન્હૈયા લડતો હોવાના કારણે આ સીટ ચર્ચામાં છે. કન્હૈયા કુમારના નામાંકનમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ પહોંચી હતી અને તેના પક્ષમાં વોટ માંગ્યા હતા. કેટલાય સામાજિક કાર્યકર્તા પણ કન્હૈયા કુમારના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સતત બેગૂસરાયમાં છે, જ્યારે જેએનયૂથી પણ વિદ્યાર્થીઓ સતત બેગૂસરાયમાં કન્હૈયા કુમાર માટે વોટ માંગી રહ્યા છે. એવામાં મીડિયામાં પણ આ સીટ ચર્ચામાં છે.

કુમારસ્વામીની ભાજપ નેતાએ ઉડાવી મજાક, ‘100 વાર ન્હાશે તો પણ ભેંસ જેવા જ દેખાશે'કુમારસ્વામીની ભાજપ નેતાએ ઉડાવી મજાક, ‘100 વાર ન્હાશે તો પણ ભેંસ જેવા જ દેખાશે'

English summary
lok sabha elections 2019 producer ashoke pandit says kanhaiya kumar terrorist
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X