For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘રામ' નામની ચાંદીની પ્લેટ, કમંડલ સહિત કેટલી સંપત્તિની માલિક છે સાધ્વી પ્રજ્ઞા

સાધ્વીએ ચૂંટણી સોગંદનામામાં પોતાની સંપત્તિનુ વિવરણ આપ્યુ છે અને જણાવ્યુ છે કે તેમની પાસે કુલ કેટલા રૂપિયાની સંપત્તિ છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે સોમવારે પોતાનું નામાંકન દાખલ કર્યુ. સાધ્વી પ્રજ્ઞા સવારે 11 પંડિતો સાથે કલેક્ટ્રેટ પહોંચી હતી જ્યાં શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચારણ વચ્ચે તેમણે પોતાનું નામાંકન કર્યુ. ભોપાલની સીટ પર પ્રજ્ઞા ઠાકુરનો મુકાબલો કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સાથે થશે. સાધ્વીએ ચૂંટણી સોગંદનામામાં પોતાની સંપત્તિનુ વિવરણ આપ્યુ છે અને જણાવ્યુ છે કે તેમની પાસે કુલ 4 લાખ 44 હજાર 224 રૂપિયાની સંપત્તિ છે.

‘રામ' નામની ચાંદીની પ્લેટ, સોના-ચાંદીના ગ્લાસ-થાળી

‘રામ' નામની ચાંદીની પ્લેટ, સોના-ચાંદીના ગ્લાસ-થાળી

સાધ્વીએ નામાંકમ સમયે જે ચૂંટણી સોગંદનામુ દાખલ કર્યુ છે તેમાં તેમણે આખી સંપત્તિનું વિવરણ આપ્યુ છે. પ્રજ્ઞા ઠાકુર પાસે 90 હજાર રોકડા છે જે ભોપાલના બે બેંક ખાતાઓમાં જમા છે. એક બેંક ખાતામાં 88,824 રૂપિયા જ્યારે બીજામાં 11 હજાર રૂપિયા જમા છે. તેમના કોઈ કંપનીમાં કોઈ શેર નથી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પાસે ના કોઈ ગાડી છે ના જમીન.

માલેગાંવ બ્લાસ્ટ મામલે આરોપી છે પ્રજ્ઞા ઠાકુર

માલેગાંવ બ્લાસ્ટ મામલે આરોપી છે પ્રજ્ઞા ઠાકુર

ઘરેણાના નામ પર પ્રજ્ઞા ઠાકુર પાસે 48 હજાર રૂપિયાની સોનાની ચેન, 48 હજાર રૂપિયાનું લૉકેટ છે. આ ઉપરાંત 16 હજાર રૂપિયાની એક સોનાની વીંટી, 81 હજાર રૂપિયાનું ચાંદીનું કમંડળ છે. પ્રજ્ઞા ઠાકુર પાસે ચાંદીની થાળી, ચાર ચાંદીના ગ્લાસ, એક ચાંદીનો લોટો, પગની બે ચાંદીની રિંગ અને ‘રામ' નામની ચાંદીની પ્લેટ છે. આ બધાની કુલ કિંમત 4 લાખ 44 હજાર 224 રૂપિયા છે.

ગુનાહિત રેકોર્ડ

ગુનાહિત રેકોર્ડ

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગુનાહિત રેકોર્ડની વાત કરીએ તો તેમની સામે આઝાદ નગર પોલિસ સ્ટેશન માલેગાંવ, જિલ્લા નાસિકમાં એફઆઈઆર નંબર 130/2008માં કથિત હત્યાનો પ્રયાસ, આતંકવાદી કૃત્યનો આરોપ છે. આના માટે ગેરકાયદેસર ગતિવિધિની કલમ 18, કલમ 120 બી, 302, 307, 324, 326, 427, 153. આઈપીસીની કલમ 3, 4, 5 અને 6 ઉપરાંત એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ 1908ની કલમ 120 બી હેઠળ કેસ નોંધાયેલ છે. આ બધા કેસ એનઆઈએ મુંબઈની કોર્ટમાં ચાલી રહ્યા છે. નામાંકનમાં સાધ્વી પ્રજ્ઞાની ઉંમર 49 વર્ષ જણાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોણ છે આ નાની બાળકી, જેને ખોળામાં લઈને ખુશ દેખાઈ રહ્યા છે પીએમ મોદીઆ પણ વાંચોઃ કોણ છે આ નાની બાળકી, જેને ખોળામાં લઈને ખુશ દેખાઈ રહ્યા છે પીએમ મોદી

English summary
lok sabha elections 2019: sadhvi pragya thakur files nomination from bhopal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X