જરૂરત પડે તો ઇવીએમમાં ગરબડી કરીને કન્હૈયાને હરાવે ભાજપ

શિવસેનાનાં સિનિયર નેતા અને સાંસદ સંજય રાઉતે પોતાની સહયોગી પાર્ટી ભાજપને કહ્યું કે બિહારના બેગુસરાયથી ચૂંટણી લડી રહેલા કન્હૈયા કુમારને કોઈ પણ હાલતમાં જીતથી રોકવાનો છે.

શિવસેનાનાં સિનિયર નેતા અને સાંસદ સંજય રાઉતે પોતાની સહયોગી પાર્ટી ભાજપને કહ્યું કે બિહારના બેગુસરાયથી ચૂંટણી લડી રહેલા કન્હૈયા કુમારને કોઈ પણ હાલતમાં જીતથી રોકવાનો છે. સંજય રાઉતે કહ્યું કે સીપીઆઇ ઉમેદવાર કન્હૈયા કુમાર કોઈ પણ સ્થિતિમાં હારવો જોઈએ. તેના માટે ભાજપને ઇવીએમમાં ગરબડી કરવી પડે તો તેનાથી પણ પાછળ નહીં હટવું જોઈએ. ઇવીએમમાં ગરબડી કરીને કન્હૈયાને હરાવો.

આ પણ વાંચો: દિલ્લીમાં કોંગ્રેસ-કેજરીવાલ વચ્ચે ગઠબંધન ન થવાનું કારણ અલકા લાંબાએ જણાવ્યુ

કન્હૈયા કુમારની જીત સંવિધાનની હાર હશે

કન્હૈયા કુમારની જીત સંવિધાનની હાર હશે

શિવસેનાના મુખપત્ર સામનાના એક લેખમાં સંજય રાઉતે કહ્યું કે કન્હૈયા જેવા લોકો ઝેરની બોટલ જેવા છે, તેમની જીત દેશ માટે સારી નથી. તેમને કહ્યું કે ગિરિરાજ સિંહ સામે ઝેરની બોટલ કન્હૈયાની જીતનો મતલબ આ દેશના સંવિધાનની હાર થશે.

ભાજપના ગિરિરાજ અને રાજદના તન્વીર હસન સાથે મુકાબલો

ભાજપના ગિરિરાજ અને રાજદના તન્વીર હસન સાથે મુકાબલો

સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર સામે બેગુસરાય સીટ પર ભાજપના ગિરિરાજ અને રાજદના તન્વીર હસન ઉભા છે. જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારનું નામ ત્રણ વર્ષ પહેલા યુનિવર્સીટીમાં કથિત રીતે દેશ વિરોધી નારેબાજી કર્યા પછી સામે આવ્યું હતું, જેના અંગે તેમની સામે કેસ પણ ચાલી રહ્યો છે.

કન્હૈયા કુમારને ઘણા દિગ્ગજોનું સમર્થન મળી રહ્યું છે

કન્હૈયા કુમારને ઘણા દિગ્ગજોનું સમર્થન મળી રહ્યું છે

કન્હૈયા કુમારને ઘણા દિગ્ગજો સમર્થન આપી રહ્યા છે. જાવેદ અખ્તર અને શબાના આઝમી પણ કન્હૈયાના સમર્થનમાં પ્રચાર કરવાની વાત કહી ચુક્યા છે, જયારે ગુજરાતના જીગ્નેશ મેવાની પણ સતત કન્હૈયાના પ્રચારમાં જોડાયેલા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કન્હૈયાના પક્ષમાં પ્રચારની વાત કહી ચુક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X