મતદાન દરમિયાન જયારે અચાનક VVPAT મશીનમાંથી સાપ નીકળ્યો
કેરળના કુન્નર લોકસભા ક્ષેત્રમાં મતદાન દરમિયાન એક પોલિંગ બૂથમાં એવી ઘટના ઘટી, જે બિલકુલ અસામાન્ય છે.
કેરળના કુન્નર લોકસભા ક્ષેત્રમાં મતદાન દરમિયાન એક પોલિંગ બૂથમાં એવી ઘટના ઘટી, જે બિલકુલ અસામાન્ય છે. અહીં મૈઇલ કંદક્કાયના એક પોલિંગ બૂથમાં વીવીપેટ મશીનમાં એક સાપ હાજર હતો. જે સમયે મતદાન થઇ રહ્યું હતું તે સમયે એક મતદાતાએ વીવીપેટ મશીનમાં સાપ જોયો. ત્યારપછી ત્યાં લાઈનમાં ઉભેલા મતદાતાઓમાં દહેશત ફેલાઈ ગઈ.

સાપને જલ્દી ત્યાંથી હટાવી દેવામાં આવ્યો હતો પરંતુ તેને કારણે વોટિંગ થોડા સમય માટે અટકી ગયું હતું. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 117 સીટો પર વોટિંગ કરવામાં આવશે.
Kerala: A snake was found at a polling booth in Kannur's Kandakai. Polling resumed after the snake was caught. #LokSabhaElections2019
— ANI (@ANI) April 23, 2019
કિન્નુર નિર્વાચીન વિસ્તારમાં હાલના સાંસદ શ્રીદેમી (સીપીઆઇ-એમ-એલડીએફ), કે સુરેંદ્રન (કોંગ્રેસ-યુડીએફ) અને સી કે પદ્મનાભ (ભાજપ-એનડીએ) પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. જયારે કેરળની વાયનાડ સીટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પર પણ વોટિંગ ચાલુ છે.
આ પણ વાંચો લોકસભા ચૂંટણીઃ નાગરિકોને મતદાન કરવા પીએમ મોદીની અપીલ












Click it and Unblock the Notifications
