For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયાપ્રદા પર આઝમ ખાનના નિવેદન વિશે સુષ્મા સ્વરાજે શું કહ્યુ?

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને યુપીની રામપુર લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનની ભાજપ ઉમેદવાર પર કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી વિશે રાજકીય હોબાળો મચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણીના રાજકીય પારો જેમ જેમ ઉપર ચડી રહ્યો છે તેમ તેમ રાજકીય દળોના નેતાઓના નિવેદનનું સ્તર પણ નીચે આવી રહ્યુ છે. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને યુપીની રામપુર લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનની ભાજપ ઉમેદવાર પર કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી વિશે રાજકીય હોબાળો મચી ગયો છે. આ મામલે એક તરફ આઝમ ખાન સામે રામપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યાં બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચે પણ આની નોંધ લીધી છે. આ દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આઝમ ખાન પર હુમલો કરતા સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવને ઘેર્યા છે.

‘દ્રૌપદીના ચીર હરણ પર મૌન ના સાધો'

‘દ્રૌપદીના ચીર હરણ પર મૌન ના સાધો'

જયાપ્રદા વિશે કરવામાં આવેલી આઝમ ખાનની અમર્યાદિત ટિપ્પણી પર કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યુ, ‘મુલાયમ ભાઈ - તમે પિતામહ છો સમાજવાદી પાર્ટીના. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યુ છે. તમે ભીષ્મની જેમ મૌન સાધવાની ભૂલ ના કરો. @yadavakhilesh Smt.Jaya Bhaduri, Mrs.Dimple Yadav।' સુષ્મા સ્વરાજે પોતાના આ ટ્વીટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ ટેગ કર્યા છે. ઉલ્લેખનીય છે કે જે ચૂંટણી સભામાં આઝમ ખાને જયાપ્રદા પર અમર્યાદિત ટિપ્પણી કરી તેમાં અખિલેશ યાદવ પણ મંચ પર બેઠેલા હતા.

આઝમ ખાને શું કહ્યુ હતુ

આઝમ ખાને શું કહ્યુ હતુ

તમને જણાવી દઈએ કે રવિવારે રામપુરમાં આયોજિક એક ચૂંટણી જનસભામાં આઝમ ખાને એક અમર્યાદિત ટિપ્પણી કરતા કહ્યુ હતુ, ‘જેને આપણે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેમનાથી પ્રતિનિધિત્વ કરાવ્યુ, તેમની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા. હું તો 17 દિવસમાં ઓળખી ગયો કે...' આઝમ ખાને પોતાના આ નિવેદન પર હોબાળો મચી ગયા બદા સફાઈ આપતા કહ્યુ કે તેમણે કોઈનું નામ લીધુ નથી. આઝમ ખાને પડકાર આપતા કહ્યુ કે જો કોઈ તેમને દોષી સાબિત કરી દેશે તો કે રાજકારણ છોડી દેશે.

મહિલા પંચે મોકલી નોટિસ

મહિલા પંચે મોકલી નોટિસ

વળી, આ મામલે આઝમ ખાનની મુશ્કેલીઓ વધવી શરૂ થઈ ગઈ છે. આઝમ ખાન સામે રામપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી ચૂકી છે. ચૂંટણી કમિશને આ સમગ્ર મામલે જિલ્લા અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહિલા પંચે પણ આ મામલાની નોંધ લઈને આઝમ ખાન પાસે તેમના વિવાદિત નિવેદન વિશે નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. રાષ્ટ્રીય મહિલા કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ કે આઝં ખાન હંમેશા મહિલાઓ વિશે આ પ્રકારના ગંદા નિવેદનો આપે છે. આ ચૂંટણીમાં મહિલા નેતાઓ પર આ તેમની બીજી ટિપ્પણ છે. મહિલા પંચે આ મામલે નોંધ લઈ લીધી છે અને તેમને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.

આ પણ વાંચોઃ ટ્વિટર પર આ ફોટો શેર કરીને ઉમર અબ્દુલ્લ, મહેબુબા મુફ્તીએ પીએમ પર કર્યો કટાક્ષઆ પણ વાંચોઃ ટ્વિટર પર આ ફોટો શેર કરીને ઉમર અબ્દુલ્લ, મહેબુબા મુફ્તીએ પીએમ પર કર્યો કટાક્ષ

English summary
Lok Sabha Elections 2019: Sushma Swaraj Attacks On Azam Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X