For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા, બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહ સાથે મારપીટ

પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા, બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહ સાથે મારપીટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 7 રાજ્યોની 51 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં જે લોકસભા સીટ પર વોટિંગ થઈ રહ્યું છે, તેમાં પશ્ચિમ બંગાળની સાત સીટો પણ છે. પશ્ચિમ બંગાળણાં વોટિંગ દરમિયાન ફરી એકવાર હિંસાના અહેવાલ સામે આવી રહ્યા છે. મતદાન દરમિયાન બૈરકપુરમાં ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ થઈ છે. આ દરમિયાન ભાજપ ઉમેદવાર અર્જુન સિંહે આરોપ લગાવ્યો કે તેની સાથે મારપીટ કરવામાં આવી છે.

arjun singh

બૈરકપુરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહે ટીએમસી પર આરોપ લગાવ્યો અને કહ્યું છે કે, બહારથી બોલાવાયેલા ટીએમસીના ગુંડાઓએ મારા પર હુમલો કર્યો, આ લોકો મતદાતાઓને ડરાવી રહ્યા હતા, મને પણ ઈજા પહોંચી છે. બૈરકપુરમાં પોલિંગ બૂથ પર બંને પક્ષો વચ્ચે ભારે ધક્કામુક્કી થઈ. ભાજપના ઉમેદવારનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તા વોટર્સોને મતદાન કરવાથી રોકી રહ્યા હતા. મારપીટ દરમિયાન સુરક્ષાબળોએ બંને પક્ષોને હટાવવાની કોશિશ કરી.

અગાઉ પહેલા તબક્કાના મતદાનમાં પણ પશ્ચિમ બંગાળમાં હિંસાના અહેવાલ સામે આવ્યા હતા. વોટિંગ દરમિયાન સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોના કાફલાનો પણ વિરોધ પક્ષોએ ટાર્ગોટ બનાવ્યો હતો. આસનસોલમાં કેટલાક પોલિંગ બૂથો પર કેન્દ્રીય બળોની તહેનાતી કરવામાં આવી નથી જેને લઈ ભાજપના કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો. આ પોલિંગ બૂથ પર ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

જ્યારે આસનસોલમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. ટીએમસી કાર્યકર્તાઓ અને સુરક્ષાબળો વ્ચચે આસનસોલમાં બૂથ નંબર 199 પર પણ ધક્કા-મુક્કી થઈ હતી. લાંબા સમય સુધી સુરક્ષાબળો અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ યથાવત રહી હતી.

આ પણ વાંચો- પીએમ મોદીએ લોકોને કરી વધુમાં વધુ વોટિંગ કરવાની અપીલ

English summary
lok sabha elections 2019: west bengal BJP Arjun Singh alleges that he was attacked by TMC workers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X