For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ લોકોને કરી વધુમાં વધુ વોટિંગ કરવાની અપીલ

પીએમ મોદીએ લોકોને કરી વધુમાં વધુ વોટિંગ કરવાની અપીલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે 7 રાજ્યોની કુલ 51 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં જે લોકસભા સીટો પર વોટિંગ પડશે તેમાં ઉત્તર પ્રદેશની 14, બિહારની 5, મધ્ય પ્રદેશની 7, રાજસ્થાનની 13, ઝારખંડની 4, જમ્મુ અને કાશ્મીરની 2, પશ્ચિમ બંગાળની 7 સીટ સામેલ છે. ચૂંટણી પંચે પાંચમા તબક્કાના મતદાનને લઈ સુરક્ષાના પુષ્તા બંદોબસ્ત કર્યા છે.

મોદીએ કરી અપીલ

પીએમ મોદીએ ટ્વીટ કરી દેશની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે, તેમણે ખાસકરીને યુવાઓને અપીલ કરી છે કે તેઓ આજે વોટિંગ જરૂર કરે અને લોકતંત્રને મજબૂત બનાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે.

રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિની પ્રતિષ્ઠા દાવ પર

જણાવી દઈએ કે આજે રાજનાથ સિંહ, સોનિયાગાંધી, રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની સહિત 674 ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો 9 કરોડ મતદાતા કરી રહ્યા છે. ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને લખનઉથી બીજી વખત ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે તેમનો મુકાબલો મહાગઠબંધન તરફથી પૂનમ સિન્હા કરી રહ્યા છે, સિન્હા બૉલીવુડ અભિનેતા અને કોંગ્રેસી ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાની પત્ની છે.

કોંગ્રેસ યૂપીમાં ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે

કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે છતાં લખનઉમાં શત્રુઘઅન સિન્હાએ પોતાની પત્ની માટે પ્રચાર કર્યો, આ સીટથી કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણામને ટિકિટ આપી છે.

23મી મેએ થશે મતગણતરી

લોકસભાની 543 સીટો માટે સાત તબક્કામાં ચૂંટણી થનાર છે, મતગણતરી 23મી મેના રોજ થશે. આ ઉપરાંત મતદાતાઓમાં જાગૃકતા વધારવાના ઉદ્દેશ્યથી કેટલાય પોલિંગ બૂથોને સજાવવામાં આવ્યાં છે જેથી કરીને વધુમાં વધુ સંખ્યામાં વોટર્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. લોકોને ચૂંટણી પંચે અપીલ કરી છે કે તેઓ પોતાના મતોનો પ્રયોગ જરૂર કરે.

રાજીવ ગાંધી પર પીએમ મોદીના નિવેદન પર રાહુલ-પ્રિયંકા ગુસ્સેરાજીવ ગાંધી પર પીએમ મોદીના નિવેદન પર રાહુલ-પ્રિયંકા ગુસ્સે

English summary
A vote is the most effective way to enrich our democracy and contribute to India’s better future said PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X