For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાષણ આપી રહેલ સિદ્ધુ પર મહિલાએ ફેંક્યુ ચંપલ, પૂછવા પર જણાવ્યુ કારણ

સિદ્ધુને એ વખતે ભારો વિરોધનો સામનો કરવો પડ્યો જ્યારે તે હરિયાણાના રોહતકમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

પોતાના વિવાદિત નિવેદનો માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુને એ વખતે ભારો વિરોધનો સામનો કરવો પડ્યો જ્યારે તે હરિયાણાના રોહતકમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. જનસભા દરમિયાન એક મહિલાએ તેમના ઉપર ચંપલ ફેંકી દીધુ. ચંપલ ફેંકાયા બાદ સ્થળ પર હાજર પોલિસ તરત જ હરકતમાં આવી ગઈ અને મહિલાની ધરપકડ કરી લીધી. ત્યારબાદ જ્યારે સિદ્ધુ પોતાની ચૂંટણી જનસભા ખતમ કરીને ત્યાંથી પાછા આવવા લાગ્યા તો લોકોએ મોદી-મોદીના નારા લગાવવા શરૂ કરી દીધા. ધરપકડ કરાયેલ મહિલાની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે નવજોત સિંહ સિદ્ધુ ઉપર ચંપલ ફેંકવાનું કારણ જણાવ્યુ.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીના પરિણામો વિશે ઈઝરાયેલના રાજદૂતે આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીના પરિણામો વિશે ઈઝરાયેલના રાજદૂતે આપ્યુ મોટુ નિવેદન

મકાનની છત પરથી ફેંક્યુ મહિલાએ ચંપલ

મકાનની છત પરથી ફેંક્યુ મહિલાએ ચંપલ

બુધવારે સાંજે નવજોત સિંહ સિદ્ધુ હરિયાણાની રોહતક લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાના સમર્થનમાં ગાંધી કેમ્પ વિસ્તારમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરવા ગયા હતા. સિદ્ધુ મંચ પર ભાષણ આપી રહ્યા હતા કે અચાનક સામે એક મકાનની છત પરથી એક મહિલાએ તેમના ઉપર ચંપલ ફેંકી દીધુ. જો કે ચંપલ સિદ્ધુ સુધી ન પહોંચી શક્યુ અને ત્યાં હાજર પોલિસકર્મીઓએ એ મહિલાની ધરપકડ કરી લીધી. મહિલાની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યુ કે સિદ્ધુ પોતાના ભાષણમાં પીએમ મોદીની નિંદા કરી રહ્યા હતા એટલા માટે તેણે ગુસ્સામાં તેમના ઉપર ચંપલ ફેંક્યુ.

મહિલાએ જણાવ્યુ, કેમ ફેંક્યુ ચંપલ

મહિલાએ જણાવ્યુ, કેમ ફેંક્યુ ચંપલ

ચંપલ ફેંકનાર મહિલાએ પોલિસ પૂછપરછમાં જણાવ્યુ, ‘નવજોત સિંહ સિદ્ધુ જ્યારે ભાજપમાં હતા તો મનમોહન સિંહની નિંદા કરતા હતા અને આજે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પ્રશંસા કરી રહ્યા છે. તે માત્ર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. આજે દેશની મોદી સરકારના કારણે આખી દુનિયામાં ભારતનું માન વધ્યુ છે. તેમ છતાં સિદ્ધુ મોદી સરકારની બુરાઈ કરી રહ્યા હતા.' પોલિસ હાલમાં મહિલાની પૂછપરછ કરી રહી છે. વળી, નવજોત સિંહ સિદ્ધુ જ્યારે પોતાનું ભાષણ ખતમ કરીને ત્યાંથી ચાલવા લાગ્યા તો અમુક લોકોએ તેમની સામે મોદી-મોદીના નારા લગાવવા શરૂ કરી દીધા. સમાચાર છે કે અમુક લોકોએ સિદ્ધુના કાફલાને કાળા ઝંડા પણ બતાવ્યા.

નિવેદનો માટે વિવાદોમાં સિદ્ધુ

નિવેદનો માટે વિવાદોમાં સિદ્ધુ

તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી પર ઘણી વાર વિવાદિત નિવેદનો માટે સમાચારોમાં રહી ચૂક્યા છે. હાલમાં જ પોતાના એક ભાષણનો વીડિયો સિદ્ધુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર પણ કર્યો હતો. વાસ્તવમાં બિહારના કટિહારમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં નવજોત સિંહ સિદ્ધુએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ, ‘આવ્યા હતા 2014માં ગંગાના લાલ બનીને, જશો 2019માં રાફેલના દલાલ બનીને. મોદીજી કહે છે કે જો પેન પણ લો તો પાક્કુ બિલ લો પરંતુ રાફેલનું બિલ પૂછો તો અકળાઈ જાય છે. જે દરવાજા બહાર ચોકીદાર ઉભા હોય છે તે હંમેશા ગરીબો માટે બંધ જોવા મળે છે.' આ પહેલા ગુજરાતની એક ચૂંટણી જનસભામાં સિદ્ધુએ કહ્યુ હતુ કે હું છાતી ઠોકીને કહુ છુ કે પીએમ ચોકીદાર નહિ ચોર છે. પેટ ખાલી છે, યોગા કરાવવામાં આવી રહ્યા છે અને ખિસ્સા ખાલી છે ખાતા ખોલાવવામાં આવી રહ્યા છે. બાબા રામદેવ જ બનાવી દો બધાને.

English summary
Lok Sabha Elections 2019: Woman Detained For Attempting To Throw Slipper At Navjot Singh Sidhu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X