Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્રમાં બીજેપીને મોટી મુશ્કેલી? જાણો શું કહ્યું મલ્લિકાર્જુન ખડગેએ?
લોકસભા ચૂંટણીના 4 ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે. હવે પાંચમાં ચરણના મતદાન પહેલા મહારાષ્ટ્રને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોટો દાવો કર્યો છે.
પાંચમા ચરણના મતદાન પહેલા ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ શનિવારે મુંબઈમાં સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. અહીં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના એકનાથ શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા.

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર સરકાર છેતરપિંડી અને ષડયંત્રના આધારે બનાવવામાં આવી હતી, જેનું પીએમ પોતે સમર્થન કરી રહ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાજ્યમાં પીએમ મોદીની ઘણી રેલીઓ યોજાઈ રહી છે. તે લોકોમાં તિરાડ પેદા કરવાનો પ્રયાસ કરે છે. મોદી લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.ભાગ્યે જ કોઈ PM આવું કરતા હશે. હું 53 વર્ષથી રાજકારણમાં છું. પવાર સાહેબ મારાથી 5 વર્ષ આગળ છે અને ઉદ્ધવ ઠાકરેજી સક્રિય છે. હું કહું છું કે વિશ્વાસઘાતની રાજનીતિ થઈ રહી છે. વિપક્ષ તોડવામાં આવી રહ્યા છે.
બીજેપી પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે અસલી પાર્ટીનું સિમ્બોલ છીનવાઈ રહ્યું છે. કોર્ટનો નિર્ણય પણ મોદીના ઈસારે ચાલે છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં એવું નહીં થાય. જનતા લડી રહી છે, જનતા જીતશે. લોકોમાં રોષ છે. તે લોકશાહીની વાત કરે છે પણ તેનું પાલન કરતા નથી.
મુંબઈમાં BMCની ચૂંટણી થઈ રહી નથી. આ મોદીની રાજનીતિ છે. કર્ણાટકમાં તોડફોડની રાજનીતિ ચાલી રહી છે. આવું જ ગોવા, એમપી, ગુજરાતમાં થયું, આ તેમની નીતિ છે. ગઠબંધનના લોકો લડી રહ્યા છે. અમને મહારાષ્ટ્રમાં 48માંથી 46 બેઠકો મળશે.












Click it and Unblock the Notifications
