Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપની પ્રચંડ જીત પર મોદીના જિગરી દોસ્ત ઈઝરાયલના પીએમે અલગ રીતે આપી શુભેચ્છા

ભાજપની પ્રચંડ જીત પર મોદીના જિગરી દોસ્ત ઈઝરાયલના પીએમે અલગ રીતે આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં વર્ષ 2014નો રેકોર્ડ તોડનાર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે હવે દુનિયાભારથી શુભેચ્છાઓ આવી રહી છે. આ વધામણી ઈઝરાયલથી પણ આવી છે અને ઈઝરાયલી પીએમ બેંજામિન નેતન્યાહૂએ પોતાના મિત્ર મોદીને શુભેચ્છા પાઠવી છે. જણાવી દઈએ કે હાલમાં જ નેતન્યાહૂએ પણ ઈઝરાયેલની ચૂંટણી જીતી છે અને ફરી સત્તામાં વાપસી કરી છે. સૌથી દિલચસ્પ વાત એ છે કે નેતન્યાહૂએ હિંદીમાં ટ્વીટ કરી પીએમ મોદીને શુભેચ્છા પાઠવી.

શું લખ્યું નેતન્યાહૂએ

ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ટ્વીટ કર્યું અને લખ્યું, 'મારા દોસ્ત નરેન્દ્ર મોદી તમને પ્રભાવશાળી ચૂંટણી જીત માટે હાર્દિક શુભેચ્છા. આ ચૂંટણઈ પરિણામ ફરી એકવાર દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં તમારા નેતૃત્વને સાબિત કરે છે. આપણે સાથે મળી ભારત અને ઈઝરાયલ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતાને મજબૂત કરવાનું ચાલુ રાખશું. બહુ સરસ મારા મિત્ર.' પીએમ મોદી નેતન્યાહૂને તેમના નિકનેમ બીબી સાથે સંબોધિત કરે છે. નેતન્યાહૂ પાછલા વર્ષે જાન્યુઆરીમાં ભારતની યાત્રા પર આવ્યા હતા.

નેતન્યાહૂ જલદી જ ભારતના પ્રવાસે આવશે

નેતન્યાહૂ જલદી જ ભારતના પ્રવાસે આવશે

14 ફેબ્રુઆરીએ જ્યારે પુલવામામાં આતંકી હુમલો થયો હતો અને સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા, તો ઈઝરાયલે સૌથી પહેલા ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો હતો. હાલમાં જ ઈઝરાયલમાં પણ ચૂંટણી થઈ. અહીં પર ફરી પીએમ બેંજામિન નેતન્યાહૂના હાથમાં દેશની બાગડોર આગલા પાંચ વર્ષ માટે સોંપવામાં આવી છે. નેતન્યાહૂ જલદી જ ભારતના પ્રવાસે આવશે. મલ્કાએ આના પર કહ્યું કે પીએમ ભારત આવવા માંગે છે. તેઓ પહેલા આવવા માંગતા હતા પણ તે શક્ય ન બન્યું હોય હવે ફરી ભારતનો પ્રવાસ ખેડશે.

હંમેશા સંબંધ મજબૂત રહેશે

હંમેશા સંબંધ મજબૂત રહેશે

પાછલા દિવસોમાં ઈઝરાયેલના રાજદૂત ડૉક્ટર રૉન મલ્કાએ ભારત સાથે સંબંધો પર મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતમાં નવી સરકાર બંને દેશોના સંબંધ પર કોઈ અસર નહી નાખે. ડૉક્ટર મલ્કાએ ન્યૂજ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંબંધ બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ નથી, બલકે બે દેશો વચ્ચેના સંબંધ છે. એવામાં આ વાતથી કોઈ ફરક નહિ પડે કે સત્તામાં કોણ છે. બે વ્યક્તિ વચ્ચે કેવા સંબંધ છે અથવા પાર્ટીઓ વચ્ચે શું કેમિસ્ટ્રી છે, આનાથી મદદ મળે છે પરંતુ આનાથી કોઈ ફરક પડતો નથી કે સત્તામાં કોણ છે.

પાંચમી વાર બન્યા ઈઝરાયેલના પીએમ

પાંચમી વાર બન્યા ઈઝરાયેલના પીએમ

69 વર્ષીય નેતન્યાહૂ સતત 10 વર્ષોથી દેશના પીએમ છે અને તેઓ પહેલીવાર 2009માં દેશની સત્તામાં આવ્યા હતા. એપ્રિલમાં થયેલ ચૂંટણીમાં તેઓ ફરી ચૂંટાયા હતા. નેતન્યાહૂ રેકોર્ડતોડ પાંચમી વાર દેશના પીએમ બન્યા. પીએમ મોદી જૂન 2017માં પહેલીવાર ઈઝરાયેલના પ્રવાસે ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X