• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ કારણથી એક્ઝિટ પોલમાં દક્ષિણ ભારતમાં પાછળ હતું ભાજપ

|

જો એક્ઝિટ પોલને માનીએ તો ભાજપ આ લોકસભાની ચૂંટણીમાં હિન્દી હાર્ટલેન્ડ અને પશ્ચિમ ભારતથી નીકળીને પૂર્વ ભારત અને પૂર્વોત્તરમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી રહી છે. ભાજપને આ લાભ પશ્ચિમ બંગાળ, ઓડિશા, અને પૂર્વોત્રના રાજ્યોમાં મળી રહ્યો છે, જ્યાં કેટલાક વર્ષો પહેલા ભાજપની હાજરી પણ નહોતી. પરંતુ સવાલ એ છે કે કર્ણાટક છોડીએ તો આખા દક્ષિણ ભારતમાં વર્ષોની મહેનત બાદ ભાજપ આ વિસ્તારમાં પોતાના મૂળ નથી જમાવી શક્તી. આ માટે દક્ષિણના દરેક રાજ્યનું અલગ અલગ વિશ્લેષણ જરૂરી છે.

કર્ણાટક

કર્ણાટક

ભાજપ હવે પોતાને પેન ઈન્ડિયા પાર્ટી ગણાવે છે. પંરતુ દક્ષિણમાં કર્ણાટકથી આગળ વધવામાં ભાજપ નિષ્ફળ દેખાઈ રહી છે. શક્ય છે કે બાકીના દક્ષિણના રાજ્યોમાં ભાજપ પોતાના વોટશેરમાં થોડોક વધારો કરી શકે. પરંતુ ભારતનું રાજકારણ જાતિ અને ધર્મના આધારે નક્કી થાય છે. એટલે ભાજપ માટે હિન્દી હાર્ટલેન્ડ અને પશ્ચિમના રાજ્યો પરફેક્ટ છે. કર્ણાટકના રાજકારણમાં પણ જાતિ અને ધર્મનો દબદબો છે એટલે અહીં ભાજપ પોતાના પગ જમાવી શક્યું છે. આ વખતે પણ મોટા ભાગના એક્ઝિટ પોલ કર્ણાટકમાં ભાજપ માટે સારી માહિતી આપી રહ્યા છે, કેટલાકમાં તો કોંગ્રેસના સફાયાનું અનુમાન છે.

કેરળ

કેરળ

કેરળના રાજકરાણમાં લડાઈ હંમેશા કોંગ્રેસ અને લેફ્ટની રહી છે. ભારતા બીજા રાજ્યોની જેમ અહીં પણ જાતિ અને ધર્મનો પ્રભાવ છે. પરંતુ કેરળના ધાર્મિક સમીકરણો કંઈક એવા છે, જે ભાજપની રાહ મુશ્કેલ બનાવે છે. કેરળની વસ્તીમાં મુસલમાન 26.6 ટકા, અને ખ્રિસ્તીઓ 18.4 ટકા છે. જે ભાજપની વોટ બેન્ક નથી. એટલે કોંગ્રેસ અને લેફ્ટ તેમને પોતાના સમર્થક માને છે. આ કુલ વસ્તી 45 ટકા થવા જાય છે. જેને પગલે ભાજપની કોશિશો છતાંય ભાજપ કેરળમાં કંઈ ખાસ ઉકાળે તેવી શક્યતા ઓછી છે.

તમિલનાડુ

તમિલનાડુ

તમિલનાડુનું રાજકારણ સમગ્ર રીતે દ્રવિડ ભાવનાઓ સાથે જોડાયેલું છે. અહીં લોકોને દ્રવિડ સંસ્કૃતિ પર ગર્વ છે. જ્યારે ભાજપની ઈમેજ હિન્દી હાર્ટલેન્ડની પાર્ટીવાળી બનેલી છે, એટલે અહીંના લોકો પોતાને ભાજપ સાથે કનેક્ટ નથી કરી શક્તા. મોટા ભાગે રાજ્યમાં બે મોટી દ્રવિડ પાર્ટીઓ AIADMK અને DMKનો જક બજો છે. ભાજપ હજી સુધી આ બંને વચ્ચે પોતાની જગ્યા નથી બનાવી શક્યું. આ વખતે ભાજપે તમિલનાડુમાં જગ્યા બનાવવા ખાસ કોશિશ કરી છે, પરંતુ એક્ઝિટ પોલના રિઝલ્ટ નિરાશાનજક છે. એક મોટું કારણ એ પણ છે કે તમિલનાડુમાં ભાજપ પાસે કોઈ મોટે ચહેરો પણ નથી.

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશમાં હજી સુધી ભાજપ પોતાનું મજબૂત સંગઠન નથી બનાવી શક્યું. બીજી મહત્વની વાત એ છે કે જ્યારથી આંધ્રપ્રદેશ અને તંલગાણાના ભાગલા પડ્યા, કેન્દ્રમાં ભાજપની સરકાર છે. રાજ્યની બંને મોટી પાર્ટીઓ સત્તાધારી ટીડીપી અને વિપક્ષ YSRP રાજ્યના લોકોને એ મનાવવામાં સફળ રહ્યા છે કે મોદી સરકાર તેમને વિશેષ રાજ્યનો દરજ્જો નથી આપી રહી. સીએમ ચંદ્રાબાબુ તો આ મુદ્દે ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ મોરચો ખોલી ચૂક્યા છે. પરિણામે આ વખતે પણ આંધ્રપ્રદેશમાં ભાજપનું ખાતુ નથી ખુલવા જઈ રહ્યું.

તેલંગાણા

તેલંગાણા

જે પરિસ્થિતિમાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની રચના થઈ તેને કારણે રાજ્યમાં ટીઆરએસના ચીફ અને રાજ્યના સીએમ ચંદ્રશેખર રાવની છબી મોટી બની ચૂકી છે. રાજ્યમાં તેઓ કંઈ એવા છવાયેલા છે કે તેમણે પોતે જ મિડ ટર્મ પોલ કરાવીને 119માંથી 88 બેઠકો જીતી લીધી. 2014માં તેમના પક્ષને વિધાનસભાાં 63 અને લોકસભામાં 17માંથી 11 બેઠકો મળી હતી. એક્ઝિટ પોલમાં તેમના પક્ષની બેઠકો વધવાની શક્યતા છે. પાછલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને અહીં એક બેઠક મળી હતી. અને આ વખતે પણ ટીઆરએસ, કેસીઆરના વધતા પ્રબાવને કારણે ભાજપના વિસ્તારની શક્યતા નહિવત છે.

English summary
lok sabha exit polls 2019 why bjp finds it ifficult to make inroads south
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more