Lok Sabha Speaker : લોકસભા સ્પીકર ચૂંટણીમાં એનડીએને ઝટકો આપવાની તૈયારીમાં INDIA એલાયન્સ, થઈ શકે છે ખેલા
Lok Sabha Speaker : મોદી-શાહની જોડીનો અહંકાર ઉતારીને જમીન પર લાવ્યા બાદ હવે વિપક્ષ લોકસભા સ્પીકરની ચૂંટણીમાં ખેલા કરવાની તૈયારીમાં છે.
બીજેપી લોકસભા ચૂંટણીમાં બહુમતીથી દૂર રહી છે તેના કારણે ભાજપે માત્ર NDA સાથી પક્ષોને સાથે લઈને ચાલવા સિવાય લોકસભાના અધ્યક્ષ પદ માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે.

મોદી કેબિનેટનું વિભાજન પહેલાથી જ ચર્ચામાં છે, તે દરમિયાન સ્પીકર પદને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. જ્યારે NDAના ઘટક પક્ષો વચ્ચે સ્પીકર પદને લઈને ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ ઈન્ડિયા એલાયન્સે પણ સ્પીકર માટે પોતાનો ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રો અનુસાર, વિપક્ષ લોકસભા અધ્યક્ષ પદ માટે પોતાનો દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષો રાહ જોઈ રહ્યા છે કે શાસક પક્ષ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરે, ત્યારબાદ તે પોતાના ઉમેદવારનું નામ પણ જાહેર કરી શકે છે.
હાલમાં સ્પીકર પદને લઈને શાસક પક્ષમાં સર્વસંમતિ નથી, જેના કારણે વિપક્ષ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે. જો સર્વસંમતિ વિના સ્પીકરના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે તો વિપક્ષ પણ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે અને તેના પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરશે.
આ સિવાય સૂત્રોનું કહેવું છે કે વિપક્ષ ડેપ્યુટી સ્પીકરની માંગ કરી શકે છે. વિપક્ષે ચેતવણી આપી છે કે જો ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો તે સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે અને ત્યાર બાદ મતદાન દ્વારા જ નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને બોલાવવામાં આવશે. આ દરમિયાન નવા સ્પીકરની પસંદગી કરવામાં આવશે. 26 જૂને સ્પીકરની ચૂંટણી યોજાશે. જણાવી દઈએ કે એનડીએ પાસે 293 સીટો છે જ્યારે વિપક્ષ એટલે કે ઈન્ડિયા એલાયન્સ પાસે 234 સીટો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
