Loksabha Elections 2024 : આજે પંજાબમાં ચૂંટણી થઈ તો કોને કેટલી સીટો? બીજેપીને લાગી શકે છે મોટો ઝટકો

લોકસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓ મેદાને ઉતરી ચુકી છે ત્યારે હાલમાં જ ચંદીગઢના મેયર પદે બીજેપીએ બાજી મારી છે. આ સ્થિતી વચ્ચે પંજાબમાં લોકસભા ચૂંટણીને લઈને સર્વે સામે આવ્યો છે.

નીતિશ કુમારે પક્ષ બદલ્યો છે અને મમતા બેનર્જી અને પંજાબના સીએમ ભગવંત માને રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટી પંજાબની તમામ 13 બેઠકો પર એકલા હાથે લડશે.

rahul - modi and kejriwal

આ સ્થિતિએ કોંગ્રેસની યોજનાઓ પર પાણી ફેરવ્યુ છે. ચંદીગઢની મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને જોરદાર ફટકો પડ્યો છે. બીજેપીના મનોજ કુમાર સોનકરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને હરાવીને મેયર બન્યા છે.

આ સ્થિતિમાં સવાલ એ છે કે ઈન્ડિયા ગઠબંધન એનડીએને હરાવી શકશે? આ સવાલનો જવાબ જાણવા ઈન્ડિયા ટીવીએ એક સર્વે છે. આમાં લોકોને પુુછાયુ હતું રે આજે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તો પંજાબમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળશે?

આ સર્વેમાં જનતા ચોંકાવનારા પરિણામો આપ્યા છે. સર્વેમાં જનતાએ ઈન્ડિયા એલાયન્સને વધુ સીટો આપી છે. સર્વેમાં એનડીએને 5 અને ઈન્ડિયા એલાયન્સને 8 બેઠકો મળી રહી છે. અન્યને શૂન્ય બેઠકો મળી રહી છે.

જણાવી દઈએ કે આ સર્વે સીએમ ભગવંત માનની જાહેરાત પહેલા કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે જો ભારત ગઠબંધન તૂટે તો એનડીએને હરાવવાનું સરળ નહીં રહે.

જણાવી દઈએ કે, અમૃતસર, આનંદપુર સાહિબ, ભટિંડા, ફરીદકોટ, ફતેહગઢ, ફિરોઝપુર, ગુરદાસપુર, હોશિયારપુર, જલંધર, ખદુર સાહિબ, લુધિયાણા, પટિયાલા અને સંગરુર એમ પંજાબમાં 13 લોકસભા સીટો છે.

2014ની ચૂંટણીમાં કોંગ્રેસે 8 બેઠકો જીતી હતી. આ સિવાય સીરોમણી અકાલી દળે 2, બીજેપીને 2 અને AAPને 1 બેઠક મળી હતી. 2019માં કોંગ્રેસે 8 બેઠકો, શિરોમણી અકાલી દળને 2, ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X