iPhone 16 ખરીદવા માટે મુંબઈના BKCની બહાર સેંકડો લોકોની ભીડ ઉમટી, 21 કલાકથી લાઈનમાં ઉભા છે લોકો, જુઓ Video

ભારતમાં આજથી iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થઈ રહ્યું છે. એપલે 9 સપ્ટેમ્બરના રોજ iPhone 16 સિરીઝ લૉન્ચ કરી હતી. આ ફોનમાં ઈટ્સ ગ્લોટાઈમ નામનું એઆઈ ફીચર છે, જેને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારતમાં આજથી શરૂ થનારા સેલને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા છે. મુંબઈમાં એપલ સ્ટોરની બહાર ગઈકાલે રાતથી લોકો કતારમાં ઉભા છે.

મુંબઈના બીકેસીમાં સેંકડો લોકો આઈફોન ખરીદવા માટે લાઈનમાં ઉભા છે. અહીં દરેક વયજૂથના લોકો લાઈનમાં ઉભા છે અને એપલ સ્ટોર ખુલવાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બીકેસીમાં એપલ સ્ટોર સવારે 8 વાગ્યે ખુલે છે, પરંતુ ગઈકાલે રાતથી લોકો અહીં કતારોમાં ઉભા છે.

bkc

આઈફોન 16 ખરીદવા માટે ઉજ્જવલ શાહ અમદાવાદથી મુંબઈ પહોંચ્યો છે. તેનું કહેવું છે કે તે અહીં 21 કલાકથી કતારમાં ઉભો છે. ઉજ્જવલ ગુરુવારે સવારે 11 વાગ્યાથી અહીં કતારમાં ઊભો છે અને એપલ સ્ટોર ખુલવાની રાહ જોઈ રહ્યો છે. ઉજ્જવલ ઉત્સાહિત છે કે આજે જ્યારે સ્ટોર ખુલશે ત્યારે તે સ્ટોરની અંદર જનાર પ્રથમ ગ્રાહક હશે.

ઉજ્જવલ શાહ કહે છે કે હું આનાથી વધુ ઉત્સાહિત ક્યારેય નથી થયો. ફોનમાં કેમેરા બટન, મોટી સ્ક્રીન સાઈઝ, ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ, એપલ ઈન્ટેલિજન્સ તેમાં આવશે, આ બધા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મુંબઈનું વાતાવરણ એકદમ અલગ છે, ફોનનુ એક્સાઈટમેન્ટ, સ્ટોરનુ એક્સાઈટમેન્ટ અલગ છે, બહુ મજા આવે છે. ગયા વર્ષે હું અહીં 17 કલાક રોકાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X