For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી પુરીમાં નીકળશે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા, અમિત શાહે કરી પૂજા

ઓડિશાના પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. એવામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રા સાથે જોડાશે.

|
Google Oneindia Gujarati News

ઓડિશાના પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. એવામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રા સાથે જોડાશે. આ યાત્રા માટે પ્રશાસન તરફથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ રથયાત્રાને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેમાં શામેલ થવા માટે દુનિયાભરના શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે. તમને જણાવી દઈએ કે આ રથયાત્રા માત્ર પુરી જ નહિ પરંતુ આખા દેશમાં આયોજિત કરવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બુધવારે અમદાવાદમાં પોતાની પત્ની સાથે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી. તમને જણાવી દઈએ કે ઓડિશાના પુરી સાથે ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

puri

ઉલ્લેખનીય છે કે દેશના ગૃહમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાતના પ્રવાસે ગયા છે. ભગવાન જગન્નાથની 142મી યાત્રા મોડી રાતે શરૂ થઈ ગઈ છે જેમાં શામેલ થવા માટે દેશભરના શ્રદ્ધાળુ અલગ અલગ ભાગોથી પહોંચી રહ્યા છે. આ યાત્રા કુલ નવ દિવસ સુધી ચાલે છે જેના માટે સુરક્ષી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જગન્નાથ યાત્રા લગભગ 450 વર્ષથી યોજાઈ રહી છે જેમાં ભગવાન જગન્નાથને રથ પર બેસાડીને પ્રતીકાત્મક રૂપથી લઈ જવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર પ્રશાસને આજથી શરૂ થનારી જગન્નાથ યાત્રા માટે તમામ વ્યવસ્થા કરી છે. સાથે જ આનાથી જોડાયેલા કાર્યક્રમોની માહિતી માટે એક વેબસાઈટની પણ શરૂઆત કરવામાં આવી છે. આ વેબસાઈટ પર તમને જગન્નાથ યાત્રા સાથે જોડાયેલી માહિતી મળી શકે છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? આ 4 નામ સૌથી આગળઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? આ 4 નામ સૌથી આગળ

English summary
Lord Jagannath Yatra to begin from today in Puri Odisha Amit Shah offers prayer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X