સલમાન ખુર્શીદની પત્નીએ પ્રદર્શનકારી વિક્લાંગોને હડફેટે લીધા
મળેલી માહિતી અનુસાર પૂર્વ કાયદામંત્રી અને હાલના વિદેશમંત્રી સલમાન ખુર્શીદની પત્ની લુઇસ ખુર્શીદે મૈનપુરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિક્લાંગો પર ગાડી ચઢાવી દીધી છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાતની જાણકારી જાણીતા કવિ અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી કુમાર વિશ્વાસે પોતાના ફેસબુક વોલ પર પોસ્ટ કરી છે. તેમણે આ ઘટનાના ફોટો પણ અપલોડ કર્યા છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલે આ ખુલાસો કર્યો હતો કે વિક્લાંગો માટે ચલાવવામાં આવતા ટ્રસ્ટના પૈસા(73 લાખ રૂપિયા) સલમાન ખુર્શીદ ખાઇ ગયા છે. આ ખુલાસા બાદ ઘણો હંગામો થયો હતો અને પછી વિક્લાંગો સાથે મળી કેજરીવાલે દિલ્હીમાં પ્રદર્શન કર્યું હતું. આ ક્રમમાં વિક્લાંગ લુઇશ ખુર્શીદ અને સલમાન ખુર્શીદ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
