'અખિલેશ નામે પ્રેમપત્રોનો ઢગલો, જો લગ્ન નહી કર્યા તો જીવ આપી દઇશ'

akhilesh-yadav
લખનઉ, 3 જાન્યુઆરી: એ તો બધાને ખબર જ હશે કે ઉત્તર પ્રદેશના સૌથી યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવ વિવાહિત છે. એ પણ ખબર હશે કે તેમની પત્ની ડિમ્પલ યાદવ હાલમાં કનોકથી સાંસદ છે અને તેમને ત્રણ બાળકો છે. પરંતુ તમને આ જાણીને આશ્વર્ય થશે કે તેમછતાં અખિલેશ યાદવ છોકરીઓના દિલની ધડકનમાં વસેલા છે. આટલું જ નહી છોકરી અખિલેશ માટે જીવ આપવા પણ તૈયાર છે.

અખિલેશ યાદવના કેંપના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે અખિલેશ યાદવના નામથી જેવા-તેવા ઘણા પત્રો આવે છે જેમાં તેમને એકવાર મળવાની ઝંખના સેવે છે. કેંપના સભ્યનું માનીએ તો અખિલેશ યાદવને લગ્નના પ્રસ્તાવની ઓફર મળે છે અને સાથે-સાથે ચેતાવણી પણ આપવામાં આવે છે કે જો તે અખિલેશ યાદવ સાથે લગ્ન કરી શકશે નહી તો તે પોતાનો જીવ આપી દેશે.

એક છોકરીએ પ્રેમપત્રમાં લખ્યું હતું કે તેને અખિલેશ યાદવે પોતાના જિલ્લામાં રેલી દરમિયાન સામેથી જોયા હતા અને દેખતાંની સાથે પોતાનું દિલ તેમને આપી બેઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેંપના સદસ્ય અખિલેશ યાદવના ઘરે આવતાં પત્રોના કારણે તે પરેશાન છે. મુખ્યમંત્રીના નામ પર લગભગ 10 થી12 હજાર અરજીઓ આવે છે.

આ પત્રોને વાંચવાની વાત તો દૂર રહી પહેલાં તેમને સંભાળવા મુશ્કેલ થઇ જાય છે. જો કે આ પત્રોને ઑનલાઇન કરવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવી રહ્યો છે પરંતુ ગણતરી એટલી બધી થઇ ગઇ છે કે ઘણો સમય લાગે તેમ છે. તો બીજી આ માથાના દુખાવા વચ્ચે ઓફિસરો માટે મુખ્યમંત્રીના નામે રાજ્યભરમાં આવતાં પ્રેમપત્રોએ ઓફિસરોને મુશ્કેલીમાં મુકી દિધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X