For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની ફોટો ચુમતી મહિલાનો વીડિયો વાયરલ

હાલમાં જ પાકિસ્તાન બાલાકોટમાં ભારતીય વાયુસેના ઘ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી આખો દેશ પીએમ મોદીના વખાણ કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ પાકિસ્તાન બાલાકોટમાં ભારતીય વાયુસેના ઘ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પછી આખો દેશ પીએમ મોદીના વખાણ કરી રહ્યો છે. દરેક લોકો પુલવામાં આતંકી હુમલાનો જવાબ આપવાની માંગ કરી રહ્યા હતા. તેવી સ્થિતિમાં તેઓ આ કાર્યવાહીથી ઘણા ખુશ છે. હવે સોશ્યિલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ટ્રેનના કોચ પર બનેલી પીએમ મોદીની ફોટો ચૂમી રહી છે. ત્યારપછી તે હસીને ત્યાંથી નીકળી જાય છે.

આ પણ વાંચો: પીએમ મોદીના સ્નાન પર માયાવતીઃ શું આનાથી જનતા સાથે વિશ્વાસઘાતના પાપ ધોવાશે?

મહિલાએ મોદીની ફોટોને કિસ કરી

વાયરલ થઇ રહેલો વીડિયો કોઈ રેલવે સ્ટેશનનો છે. જ્યાં એક મહિલા ટ્રેન પાસેથી પસાર થઇ રહી છે અને કોચ પર બનેલી મોદીની ફોટોને કિસ કરે છે. ત્યારપછી તે કેમેરા સામે જોઈને હસે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ વિડિઓને ટ્વિટર પર શેર કરતા લખવામાં આવ્યું છે કે, "આવું પણ ક્યારેય થાય છે".

રાહુલ ગાંધી સાથે આવું થઇ ચૂક્યું છે

ત્યારપછી કોઈએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે આવું પહેલા પણ થઇ ચૂક્યું છે. ખરેખર આ વીડિયોમાં રાહુલ ગાંધી સ્ટેજ પર હોય છે અને કેટલીક મહિલાઓ તેમને હાર પહેરાવવા માટે પાસે આવે છે. તેમાંથી એક મહિલા રાહુલ ગાંધીને ગાલ પર કિસ કરે છે. રાહુલ ગાંધી થોડા કન્ફ્યુઝ દેખાઈ રહ્યા છે પછી તેઓ હસવા લાગે છે.

મોદીને કિસ કરતી મહિલાનો વીડિયો જોઈને લોકોએ શુ કહ્યું

મોદીને કિસ કરતી મહિલાનો વીડિયો જોઈને લોકોએ શુ કહ્યું

મોદીના ફોટાને કિસ કરતી મહિલાનો વીડિયો સામે આવ્યા પછી સોશ્યિલ મીડિયા પર તેની ખુબ જ ચર્ચા થઇ રહી છે. કોઈ કહી રહ્યું છે કે આવી દીવાનગી ક્યારેય પણ નથી જોઈ, તો કોઈ કહી રહ્યું છે કે મોદીની વાત જ અલગ છે, તેઓ લોકોના દિલમાં વસે છે.

English summary
Love for pm narendra modi after airstrike, woman seen kissing modi photo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X