For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના સ્નાન પર માયાવતીઃ શું આનાથી જનતા સાથે વિશ્વાસઘાતના પાપ ધોવાશે?

પીએમ મોદી પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચ્યા અને સ્નાન કર્યુ તે વિશે બસપા સુપ્રીમો માયાવતીએ નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચ્યા અને સ્નાન કર્યુ તે વિશે બસપા સુપ્રીમો માયાવતીએ નિશાન સાધ્યુ છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યુ, 'ચૂંટણી સમયે સંગમમાં શાહી સ્નાન કરવાથી મોદી સરકારની ચૂંટણી વચનભંગ, જનતા સાથે વિશ્વાસઘાત અને અન્ય પ્રકારની સરકારી જુલમ અને પાપ શું ધોવાઈ જશે? નોટબંધી, જીએસટી, જાતિવાદ, દ્વેષ અને સાંપ્રદાયિકતા વગેરેની જબરદસ્ત મારથી ત્રસ્ત લોકો શું ભાજપને આટલી સરળતાથી માફ કરી દેશે?'

pm modi- mayawati

આ સાથે જ માયાવતીએ ખેડૂતોને સમ્માન નિધિમાંથી 2000 રૂપિયાની પહેલુ ઈનસ્ટોલમેન્ટ આપવા પર પણ સવાલ ઉઠાવ્યા. માયાવતીએ લખ્યુ, 'શ્રી મોદી સરકારને ખેડૂત તેમજ ખેતમજૂરોમાં અંતર કરવુ જોઈએ. ચૂંટણી પહેલા 500 રૂપિયા પ્રતિ માસની સહાયતા ભૂમિહીન ખેતમજૂરો માટે તો ઠીક છે પરંતુ ખેડૂતો માટે નહિ. ખેડૂત અનાજનું વાજબી મૂલ્ય ઈચ્છે છે. ભાજપ સરકાર 5 વર્ષમાં એ સુનિશ્ચિત ન કરી શકી. આ નિષ્ફળતા છે.'

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ બસપા સુપ્રીમો માયાવતી માઈક્રો બ્લોગિંગ ટ્વીટર પર આવ્યા છે. હવે તે પ્રેસ રિલીઝ નહિ પરંતુ ટ્વીટર દ્વારા જનતા સામે આવી રહ્યા છે. માયાવતી સતત દરેક મુદ્દે ટ્વીટ કરીને પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે. વળી ભાજપની ટીકા પણ કરી રહ્યા છે. આ પહેલા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ટ્વીટ કરીને પીએમ મોદીના કુંભ પ્રવાસ દરમિયાન સફાઈકર્મીઓના પગ ધોવા પર કટાક્ષ કરતા મીડિયા પર પણ સવાલ ઉઠાવ્યા છે. ગઠબંધન બાદ સપા અને બસપાના વચ્ચે ટ્વીટમાં પણ સામંજસ્ય જોવા મળી રહ્યુ છે. બંને પક્ષના નેતાઓ ટ્વીટ દ્વારા સૂરમાં સૂર મિલાવતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ દલિતોના પગ ધોઈને શું ચૂંટણી કુંભ પાર કરી શકશે પીએમ નરેન્દ્ર મોદી?આ પણ વાંચોઃ દલિતોના પગ ધોઈને શું ચૂંટણી કુંભ પાર કરી શકશે પીએમ નરેન્દ્ર મોદી?

English summary
Mayawati lashes out at PM Modi for his 'shahi dip' at the Kumbh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X