વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં લોવલિના બોર્ગોહેને બાજી મારી, ભારતને ચોથો ગોલ્ડ

નવી દિલ્હી : વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રવિવારનો દિવસ ભારત માટે લકી સાબિત થયો છે. આજે ભારતના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવ્યો છે. હવે લોવલિના બોર્ગોહેને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ ઈવેન્ટમાં આ ભારતને ચોથો ગોલ્ડ મેડલ છે. લોવલિના બોર્ગોહેને 70-75 કિલો કેટેગરીમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની કેટલિન પાર્કરને 5-2થી હરાવીને ગોલ્ડ જીત્યો છે. ત્રણેય રાઉન્ડ પૂરા થયા મામલો સમીક્ષા માટે ગયો હતો. અહીં લોવલીનાને વિજેતા જાહેર કરાઈ હતી.
લોવલિનાએ પ્રથમ રાઉન્ડમાં સારી શરૂઆત કરી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાની કેટલિન પાર્કરે પણ વળતો જવાબ આપ્યો અને રાઉન્ડના અંતે લીડ લેવામાં સફળ રહી. બીજા રાઉન્ડમાં પાર્કરે હુમલો કરવાની વ્યૂહરચના અપનાવી અને તે સફળ રહી. ઓસ્ટ્રેલિયન બોક્સરે બીજા રાઉન્ડમાં જીત મેળવી હતી. આમ સ્પર્ધા રસપ્રદ બની હતી. પાર્કરે શાનદાર પુનરાગમન કર્યું. આ મુકાબલો ફાઇનલ રાઉન્ડ બાદ સમીક્ષા માટે ગયો હતો. ત્યાં સુપરવાઈઝર અને ઓબ્ઝર્વરના માર્કસ પણ જોવા મળે છે. અહીં પણ લવલીનાએ જીત મેળવીને ગોલ્ડ જીત્યો હતો.
The Olympic Medallist is now a World Champion 🇮🇳 🥇😍
— Boxing Federation (@BFI_official) March 26, 2023
Lovlina wins the bout 5️⃣-2️⃣ 🔥💪@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @anandmahindra @IBA_Boxing @Mahindra_Auto @LovlinaBorgohai @Anurag_Office @MahindraRise @NehaAnandBrahma pic.twitter.com/wqdRHWDfcT
ઓસ્ટ્રેલિયાની કેટલિન પાર્કર કોમનવેલ્થ ગેમ્સમાં બે વખત મેડલ જીતી ચૂકી છે. લોવલીનાએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેની પાસેથી આ મુકાબલામાં મેડલની અપેક્ષા હતી અને તેણે નિરાશ ન કર્યા. નીતુ ઘંઘાસે ભારત માટે આ ચેમ્પિયનશિપમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના પછી સ્વીટી બૂરાએ બીજો ગોલ્ડ અપાવ્યો. આ પછી આજે નિખત ઝરીને ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો અને હવે લોવલિનાએ બાજી મારી છે.












Click it and Unblock the Notifications
