• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓછી લાગતવાળી દવાઓ અને ઉપકરણથી મળશે નવું જીવન

|

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે દેશના નાગિકો માટે સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સાહસિક પગલું ભર્યું છે. મોદી સરકાર તમામને સસ્તી, ગુણવત્તા સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવાની વાત કરી રહી છે. ડ્રગ પ્રાઈઝ રેગ્યુલેટર એનપીપીએએ 92 દવાઓના ફૉર્મ્યૂલેશનની કિંમત નક્કી કરી દીધી છે, જેનો કેન્સર, હેપેટાઈટિસ સી, માઈગ્રેન અને ડાયાબિટિસ જેવી કેટલી બીમારીઓનો ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે.

medicine

દવાઓની કિંમતોને કાબૂમાં રાખી

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઑથોરિટીએ કહ્યું કે 72 નિર્ધારિત ફોર્મ્યૂલેશનનો છૂટક ભાવ નક્કી કરવામાં આવ્યો છે, 9માંથી સંશોધન કરવામાં આ્યું છે. ઉપરાંત પ્રાધિકરણના 11 નિર્ધારિત ફૉર્મ્યૂલેશનનો છૂટક ભાવમાં સંશોધન કરવામાં આવ્યું છે. એનપીપીએના એક અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે દવાઓ (મૂલ્ય નિયંત્રણ) આદેશ, 2013 અંતર્ગત 92 ફૉર્મ્યૂલેશનની છૂટક કિંમતોને નિશ્ચિત/સંશોધિત કરવામાં આવી છે.

એનપીપીએ ડ્રગ્સ (પ્રાઈઝ કંટ્રોલ) ઑર્ડર (ડીપીસીઓ) 2013ની અનુસૂચી 1 અંતર્ગત જરૂરી દવાઓની કિંમત નક્કી કરે છે. કેટલીક દવાઓની કિંમતો એનપીપીએ નક્કી નથી કરી શકતું. નિર્માતાઓને દવાઓના છૂટક ભાવ પર વાર્ષિક 10 ટકા સુધી કિંમત વધારવાની અનુમતિ છે. માર્ચ 2018માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત દેશના 33 રાજ્યો/ સંઘ શાસિત પ્રદેશોમાં 3214 કેન્દ્ર ખોલવામાં આવ્યાં છે અને તમામને સસ્તી કિંમતે ગુણવત્તા વાળી સામાન્ય દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

જનઔષધી પરિયોજના

પશ્ચિમ બંગાળ, ગુજરાત, કેરળ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં 3214 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્ર રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કામ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત 700 વધુ દવાઓ અને 154 સર્જિકલ અને ઉપભોગ્ય સામગ્રિઓ એનાલ્જેસિક, એન્ટીપ્રેટ્રિક્સ, એન્ટી-એલર્જી, એન્ટી-સંક્રમિત, એન્ટી-ડાયાબિટીજ, કાર્ડિયોવૈસ્કુલર, એન્ટી-કેન્સર, ગૈસ્ટ્રો-ઈન્ડેસ્ટાઈનલ દવાઓ, મૂત્રવર્ધક વગેરેને સામેલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત અપૂર્તિ માટે 666 દવાઓ અને 81 શલ્ય ચિકિત્સા ઉપલબ્ધ છે.

જો તમે જન ઔષધિ કેન્દ્ર માટે એજન્સી મેળવો છો તો તેનું સંચાલન કરવા માટે તમને પ્રત્યેક દવા એમઆરપી પર ટેક્સ ઉપરાંત 20 ટકાનો માર્જિન આપવામાં આવશે. જો તમારું કેન્દ્ર પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના સૉફ્ટવેર માધ્યમથી તેની સાથે ઈન્ટરનેટ દ્વારા જોડાયેલ હોય તો તમે 2.5 લાખ સુધી પ્રોત્સાહનને પાત્ર છો. આ માસિક વેચાણના 15 ટકાના દરથી મળે છે જે ન્યૂનતમ 10 હજાર સુધી હોય શકે છે. પૂર્વોત્તર રાજ્યોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારો, આદિવાસી વિસ્તારો માટે આ સીમા 15000 રૂપિયા સુધી હશે.

સરકારની 13 ફેબ્રુઆરી 2017ની અધિસૂચના મુજબ કોરોનરી સ્ટેંટની દવાઓની કિંમતોને અધિસૂચિત કરેલ છે. બેયર મેટલ સ્ટેંટ ઉપરાંત 7260 અને ડ્રગ એલિટિંગ સ્ટેંટ માટે 2,9,600 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પહેલા વાર્ષિક રિપોર્ટ 2017-18 અંતર્ગત 102 નિર્માતાઓ અને આયાતકો દ્વારા પ્રદાન કરેલ આંકડાઓ મુજબ સરેરાશ કિંમત નક્કી કરવામાં આવી હતી. બીએમએસ માટે 45,100 રૂપિયા, ડીઈએસ માટે 1,21,400 રૂપિયા નક્કી કર્યા છે. બીએમએસ માટે 85 ટકા અે ડીઈએસ માટે 74 ટકા કિંમત ઘટાડવામાં આવી છે. કિંમતના નિર્ધારણથી 4450 કરોડ રૂપિયાની બચત થશે. 

ઘૂંટણનું ટ્રાન્સપ્લાન્ટ

દર વર્ષે ભારતમાં લગભગ 1થી 1.5 લાખ ઑર્થોપેડિકક ગોઠણનું પ્લાન્ટેશન થાય છે, આ હિસાબે દર વર્ષે 1500 કરોડ રૂપિયાની બચત થાય છે. આની સાથે જ અનૈતિક લાભપ્રદતાને રોકવા અને જરૂરિયાતમંદોને ગુણવત્તાપૂર્ણ હેલ્થકેર સુનિશ્ચિત કરાવવા માટેનું એક પગલું ભર્યું છે.

ઘૂંટણ ઈમ્પ્લાન્ટના પ્રકારો અગાઉની સરેરાશ MRP સરેરાશ કિંમતમાં ઘટાડો 

નવી અધિકતમ કિંમતો

અને MRP

 કોબાલ્ટ ક્રોમિયમ       1,58,324           65%       54,720

 ખાસ ધાતુ જેવા કે

ટાઇટેનિયમ

અને ઓક્સિડેઝ્ડ

ઝિર્કોનિયમ

2,49,251
 
69%    76,600
 ઉચ્ચ ફ્લેક્સિબિલીટી ઇમ્પ્લાન્ટ
      1,81,728           69%        56,490
 પુનઃ ઈમ્પ્લાન્ટ  2,76,869 59%   1,13,950  
       

આ પણ વાંચો- જલદી નિપટાવી લો બધાં કામ, 5 દિવસ સુધી બંધ રહેશે બેંકો

More benefits to middle class NewsView All

English summary
Low cost medicines & devices bring new lease of life

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more