જલદી નિપટાવી લો બધાં કામ, 5 દિવસ સુધી બંધ રહેશે બેંકો
જલદી નિપટાવી લો બધાં કામ, 5 દિવસ સુધી બંધ રહેશે બેંકો
નવી દિલ્હીઃ તહેવારોની શરૂઆત તાની સાથે જ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ બેંકોની લાંબી રજા પડવા જઈ રહી છે. મહિનાની શરૂઆતમાં જ સતત પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેશે. દિવાળી અને છઠના કારણે બેંકોમાં લાંબી રજા પડી રહી છે. આરબીઆઈની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ 7 નવેમ્બરે બેંકોમાં દિવાળીની રજા પડશે, 8 નવેમ્બરે બેસતું વર્ષ અને 9 નવેમ્બરે ભાઈબીજના કારણે બેંકો બંધ રહેશે. જ્યારે 10મી નવેમ્બરે બીજો શનિવાર આતો હોવાથી અને 11મી નવેમ્બરે રવિવાર હોવાથી પણ બેંકો બંધ રહેશે.

સતત 5 દિવસ બંધ રહેશે બેંકો
નવેમ્બરમાં દિવાળીના તહેવારની સાથે જ બેંકોમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં નવેમ્બરની શરૂઆતમાં જ પાંચ દિવસથી સુધી એટલે કે 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી બેંકો બંધ રહેશે. ત્યારે બેંકોમાં જો કોઈ જરૂરી કામ બાકી હોય તો સમય રહેતા જ તેને પતાવી લેવાં.

નિપટાવી લો તમારાં કામ
લાંબો સમય બેંકો બંધ ન રહે તે માટે સરકાર હંમેશા લાંબી જાઓ પર રોક લગાવી દેતી હોય છે, એવામાં બની શકે છે કે કામકાજ પર અસર ન પડે તે માટે સરકાર લાંબી રજાઓ પર રોક લગાવી દે, પરંતુ અમારી સલાહ છે કે જો બેંક સાથે જોડાયેલ તમારું કોઈ કામ બાકી હોય તો સરકારનો આદેશ આવવાની રાહ ન જોવી બલકે તેને જલદી જ નિપટાવી લેવાં.

નવેમ્બરમાં રજાની ભરમાર
જ્યાં નવેમ્બરની શરૂઆત રજાની સાથે થઈ રહી છે તો ત્યાં જ નવેમ્બરના અંતમાં પણ રજાઓ છે. 23 નવેમ્બર 2018ના રોજ ઈદ-એ-મિલાદની રજા છે. જ્યારે 24 નવેમ્બરે ગુરુ તેગ બહાદુરજીની જયંતિ છે, જેના કારણે કેટલાય રાજ્યોમાં તેની રજા પડશે. 25 નવેમ્બરે રવિવાર હોવાના કારણે પણ બેંકો બંધ રહેશે. જો બિહારની વાત કરીએ તો અહિં 13 અને 14 નવેમ્બરે છઠને કારણે બેંકો બંધ રહેશે.












Click it and Unblock the Notifications
