ડીલર્સનું કમિશન વધ્યું, એલપીજી સિલિન્ડર મોંઘા બન્યા

વધારો કરવાનું કારણ આપતા સરકારે જણાવ્યું કે આ વધારો ડીલર્સના કમિશનમાં કરવામાં આવેલા વધારાને પગલે છે. છેલ્લા ઘણા સમયથી ડીલર્સની માગ હતી કે તેમને વ્યાવસાયિક અને ઘરેલું બંને પ્રકારના સિલિન્ડર માટે એક જ કિંમતનું કમિશન અને પ્રતિ સિલિન્ડર રૂ. 65નું કમિશન મળે.
નેશનલ ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ઓફ ઇન્ડિયા (એનએફએલડીઆઇ)એ કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી હતી કે એલપીજીની કિંમતો એક સરખી રાખવામાં આવે અને રાહત સીધી તેના લાભકર્તાને મળે. એનએફએલડીઆઇ સાથે દેશની 10,500 જેટલી ગેસ એજન્સીઓ સંકળાઇ છે.
આ કારણે દિલ્હીમાં રાહતદરે અપાતા ગેસ સિલિન્ડર રૂ. 399ને બદલે હવેથી રૂ. 410.42માં મળશે. જ્યારે બિનરાહતદરે આપવામાં આવતા ગેસ સિલિન્ડર રૂ. 883.5ને બદલે રૂ. 921.5માં ઉપલબ્ધ બનશે.












Click it and Unblock the Notifications
