આ રીતે થઇ રહ્યું છે ચૂંટણી 2014માં મતોનું ધ્રુવીકરણ

By Bhumishi
Google Oneindia Gujarati News

ગુજરાતીમાં એક કહેવત છે કે 'લાલચ બુરી બલા'. આ કહેવતને મોટા રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપે સાબિત કરી છે. પોતાના પક્ષને જ મતદારોનું સમર્થન હોવા ડંકા વગાડતા પક્ષોએ મતદારો પર વિશ્વાસ નેવે મૂક્યો છે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ ફરી એકવાર મતોનું ધ્રુવીકરણ કરી મહત્તમ મતો મેળવવાની લાલચ નિયંત્રિત કરી શક્યા નથી.

કોંગ્રેસે ભાજપના હિંદુત્‍વ તરફી શાસનનો ડર બતાવી મુસ્‍લિમોને રીઝવવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે સોનિયા ગાંધીએ 4 એપ્રિલે દિલ્હી જામા મસ્જિદના ઇમામ બુખારીની મુલાકાત લીધી હતી. જયારે ભાજપે ગૌહત્‍યાનો મુદ્દો ઉઠાવી ફરી એક વખત હિંદુત્‍વનો રાગ ગાવાનો શરૂ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે સંઘ પરિવાર પણ ગૌરક્ષાને હંમેશા મહત્ત્વ આપતો આવ્‍યો છે. સંઘે સંપૂર્ણપણે હિંદુત્‍વના મુદ્દે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હશે તો તેની ખબર ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પડી જશે. ચૂંટણી પ્રચાર સમિતિ સાથે નજીકથી જોડાયેલા એક સૂત્રએ કહ્યું હતું કે આરએસએસ ઇચ્‍છે છે કે હિંદુત્‍વના તમામ મુદ્દાની ચર્ચા થાય અને તેને લીધે મતોનું ધ્રુવીકરણ શક્‍ય બને.

ભાજપ કયા મુદ્દે મતોનું ધ્રુવીકરણ કરશે

ભાજપ કયા મુદ્દે મતોનું ધ્રુવીકરણ કરશે


ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્‍યા અનુસાર ગૌરક્ષા પછી પક્ષ ઉત્તર ભારતના મતદારોમાં લોકપ્રિયતા વધારવા આગામી સમયમાં અયોધ્‍યામાં રામમંદિર સહિતના હિંદુત્‍વને લગતા અન્‍ય મહત્ત્વના મુદ્દા પણ ઉઠાવી શકે.

કોંગ્રેસે શરૂ કર્યા વ્યક્તિગત આક્ષેપો

કોંગ્રેસે શરૂ કર્યા વ્યક્તિગત આક્ષેપો


કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી પર ‘ઝહર કી ખેતી'ની ટિપ્‍પણી કર્યા પછી મોદીએ સોનિયાના વિદેશી મૂળ, ઇટાલિયન નૌકાદળના સૈનિકો તેમજ ગૌહત્‍યાનો મુદ્દો ઉઠાવી વળતો હુમલો કર્યો હતો.

મોદીની અનિચ્છા છતાં કોમવાદી ધ્રુવીકરણ થશે

મોદીની અનિચ્છા છતાં કોમવાદી ધ્રુવીકરણ થશે


મોદી વ્‍યક્‍તિગત રીતે રામ મંદિરને ચૂંટણીના નહીં, પરંતુ ભાવનાત્‍મક મુદ્દા તરીકે જ ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવાની તરફેણમાં હતા. જોકે તાજેતરના ભાષણમાં ગૌહત્‍યાના ઉલ્લેખ પછી વલણ અન્‍ય મુદ્દા તરફ ફંટાયું હોવાનું જણાય છે.

મતોના ધ્રુવીકરણમાં વિકાસ-ભ્રષ્ટાચારના મુદ્દા નબળા

મતોના ધ્રુવીકરણમાં વિકાસ-ભ્રષ્ટાચારના મુદ્દા નબળા


હિંદી પટ્ટામાં તો ગુજરાત મોડલ ડેવલપમેન્‍ટ અને યુપીએ સરકારના ભ્રષ્ટાચાર સહિત ભાજપના ચૂંટણીપ્રચારમાં સાંકળ્યા છે. જો કે આવા મુદ્દાઓ પર ધ્રુવીકરણ નબળું પડે છે. ભારતમાં મતોનું ધ્રુવીકરણ સૌથી વધારે કોમવાદી પરિબળો કે મુદ્દાઓ પર થાય છે.

મુસ્લિમોને જ શા માટે ગ્રાન્ટ?

મુસ્લિમોને જ શા માટે ગ્રાન્ટ?


પૂર્વ ઉત્તરપ્રદેશના ભદોહી બેઠક પરથી ભાજપના ઉમેદવાર વીરેન્‍દર સિંઘે કહ્યું હતું કે, ‘મારા ચૂંટણીપ્રચારમાં મોદીનો વિકાસ એજન્‍ડા અને યુપીએનો ભ્રષ્ટાચાર મહત્ત્વના મુદ્દા છે, પરંતુ હું ઉત્તરપ્રદેશમાં દરેક મુસ્‍લિમ કન્‍યાને મળતી લગભગ રૂપિયા 30,000ની ગ્રાન્‍ટનો મુદ્દો પણ ઉઠાવું છું. માત્ર મુસ્‍લિમ કન્‍યાઓને જ આ ગ્રાન્‍ટ કેમ ? હિંદુઓને પણ તે મળવી જોઈએ.'

હિન્દુ-મુસ્લિમ મતદારો ધ્રુવીકરણના કેન્દ્રમાં

હિન્દુ-મુસ્લિમ મતદારો ધ્રુવીકરણના કેન્દ્રમાં


તાજેતરમાં કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીની સૈયદ અહેમદ બુખારી સાથેની મુલાકાત અને ગૌમાંસની નિકાસ અંગે મોદીની ટિપ્‍પણી વખતે સ્‍વાભાવિક રીતે હિંદુ - મુસ્‍લિમ મતદાતાને ધ્‍યાનમાં રખાયા છે.

શાહી ઇમામની કોંગ્રેસને સમર્થનની જાહેરાત

શાહી ઇમામની કોંગ્રેસને સમર્થનની જાહેરાત


સોનિયાએ શાહી ઇમામ સૈયદ અહેમદ સાથેની મુલાકાત યોજી મુસ્લિમ મતો મેળવવાનું સુનિશ્ચિત કર્યું. બીજી તરફ ભાજપે સોનિયાની બુખારી સાથેની મુલાકાતની ફરિયાદ ચૂંટણી પંચને કરવાની જાહેરાત કરી સોનિયા ગાંધીની ‘કોમવાદી રાજનીતિ' કરવા બદલ ઝાટકણી કાઢી હિન્દુ મતો અંકે કરવાનો પ્રયાસ કર્યો.

કોંગ્રેસની ચાલ

કોંગ્રેસની ચાલ


- ભાજપના હિન્‍દુત્‍વ તરફી શાસનનો ડર બતાવી મુસ્‍લિમોને રીઝવવાનું શરૂ કર્યું
- સોનિયાએ મોદી સામે ‘ઝહર કી ખેતી' અને ભાગલાવાદી રાજકારણ રમવાનો આરોપ મૂકયો

ભાજપની ચાલ

ભાજપની ચાલ


- નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ ખાતેની તાજેતરની રેલીમાં ગૌમાંસનો મુદ્દો ઉઠાવ્‍યો
- આગામી સમયમાં અયોધ્‍યામાં રામમંદિર સહિતના હિંદુત્‍વને લગતા મુદ્દો ઉછળવાની શક્‍યતા

English summary
There is a saying in Gujaratti that 'lalach buri bala'. This saying proved by big political parties Congress and BJP. As election date are closer they can not control their lure of polarization of vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X