કોંગ્રેસનો ઐતિહાસિક કચ્ચરઘાણ નીકળવાનો છે : પાવીજેતપુરમાં મોદી

Google Oneindia Gujarati News

પાવી જેતપુર, 26 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના છ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. હવે સાતમા તબક્કામાં 30 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સભાઓ ગજવવાનું અને ભાજપનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત તેમણે આજે પાવીજેતપુરમાં એક જાહેર ચૂંટણી સભા સંબોધી હતી.

નરેન્દ્ર મોદીએ સભામાં ઉપસ્થિત શ્રોતાઓને કહ્યું કે અત્યાર સુધી જે મતદાન થયું છે તેમાં બે બાબતો નક્કી થઇ ગઇ છે. મા- દીકરાની સરકાર ગઇ. સો એ સો ટકા ગઇ એ તમે લખી રાખજો. નવી સરકાર જે આવાની છે તેનો પાયો નંખાઇ ગયો છે. હવે જે કામ બાકી છે, તે ગુજરાતના માથે આવ્યું છે. ગુજરાતમાં મજબુત સરકાર બનાવાની છે. દિલ્હીમાં માયકાંગલી સરકાર ના ચાલે, રિમોટ કન્ટ્રોલથી ચાલનારી સરકાર ના જોઇએ, મા દીકરાના ઓક્સિજનથી ચાલનારી સરકાર ના જોઇએ. દિલ્હીમાં મજબૂત સરકાર આપવા ગુજરાતના 26 કમળ પહોંચાડીને લાવી શકાય. તમારે મારી ચિંતા કરવી પડે કે નહીં. હું બધું તમારા ભરોસે છોડીને જઉં છું.

મા-બેટામાં જુઠ્ઠું બોલવાની સ્પર્ધા ચાલી છે. મા એક ખોટું બોલે તો દીકરો બે જુઠ્ઠાણા બોલે, ફરી મા ત્રણ જુઠ્ઠાણા બોલે. મહિલાઓ વિશે પણ તેમણે જુઠ્ઠાણા ફેલ્વ્યા છે. મને ખબર નથી રાહુલ ગાંધીના ભાષણો કોણ લખે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતના બિલ પાસ કરવામાં આવ્યા આ માટે તેને રાજ્યપાલ (જે એક મહિલા છે) તેમની પાસે મોકલવામાં આવ્યું તો તેમણે પાછું મોકલી દીધું. કોંગ્રેસી મા-બેટાને એમ થાય છે કે એક ચા બનાવનારો સામાન્ય વ્યક્તિ અમારી સામે કેવી રીતે પ્રશ્નો ઉઠાવી શકે છે?

narendra-modi-as-pm-candidate

આ ચૂંટણીમાં પહેલીવાર એવું થશે કે અનેક રાજ્યમાં કોંગ્રેસનું ખાતુ નહીં ખુલે, એક પણ રાજ્ય એવું નહીં હોય જ્યાં કોંગ્રેસ બે આંકડામાં હોય. ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસનો આવો કચ્ચરઘાણ નીકળ્યો નથી.

હું ચીનની સરહદે ગયો હતો. જ્યાં ચાલી ને જ જવું પડે આવા વિસ્તારમાં પણ લોકો મારા માટે બેઠા હતા. જેમ સ્વરાજના આંદોલનનો જુવાળ હતો, તેમ આ સુરાજનું આંદોલન બન્યું છે. તેમાં પણ મહિલાઓ અને જુવાનિયાઓએ કમાલ કરી દીધી છે. જુવાનિયાઓએ ચૂંટણી પોતાના ખભે ઉઠાવી દીધી છે. હું રતન પોળ, પાવી-જેતપુરની ધરતીથી કહું છું કે દિલ્હીમાં હવે જે સરકાર આવશે તે જુવાનિયાઓના સપના સાકાર કરશે.

મે મહિનામાં ગરમી ખુબ હોય, લગ્નગાળો હોય, ફરવા જવાનું હોય, પણ 30 એપ્રિલે કશું ના રાખશો. 30 એપ્રિલે એક જ કામ, મતદાન કરશો. તમારા દિમાગમાં કમળ હોય, તમારી જીભે કમળ હોય પણ 30 તારીખે આંગળી દાબીને કમળ બતાવવું પડે. પોલિંગ બુથમાં ગયા વગર ચાલે નહીં.

આ વખતે ગુજરાત પાસે મારી બીજી અપેક્ષા છે. ગુજરાત પાછલા તમામ રેકોર્ડ તોડી નાખે, પહેલા 400 મતો પડ્યા હોય તો આ વખતે 800 મતો પડવા જોઇએ.

હું ચૂંટણી પંચને અભિનંદન આપું છું. તે લોકશાહીમાં વધારે મતદાનને પ્રોત્સાહન આપી રહ્યું છે. મતદાન બાબતે આખા દેશમાં મસ મોટી જબરદસ્ત ચેતના જાગી છે તેનું અદભુત પરિણામ લાવીએ. કમળના નિશાન પર બટન દબાવીને દિલ્હીમાં મજબૂત સરકાર બનાવીએ. આ વખતે મા-બેટાનું ખાતુ જ ના ખોલવા દઇએ.

હું આગ્રહ કરું છું, ભાજપને વિજયી બનાવો. અમારો એક જ મુદ્દો છે, બધી બિમારીઓ, દુખોની એક જ દવા છે, વિકાસ. વિકાસ કર્યા વિના આપણી જીંદગી નહીં બદલાય. ગુજરાતે જોયું છે નરેન્દ્ર મોદી પાસે એક જ કામ છે. વિકાસ, વિકાસ, વિકાસ. કોંગ્રેસ પાર્ટીને હંમેશા માટે ભારતીય રાજકારણમાંથી મુક્ત કરી દો.

આટલી મોટી જનમેદની એ જ બતાવે છે કે વાવાઝોડું કઇ તરફ જઇ રહ્યું છે. કોંગ્રેસ પાણીમાંથી પોળા કાઢે છે. તેઓ કહે છે મોદીની સુનામી આવી છે. હા, મોદી સુનામી લાવ્યા છે. કોંગ્રેસના વિનાશ માટેની સુનામી, દેશને બરદાદ કરનારા, દેશને લુંટનારાઓના વિનાશ માટેની સુનામી મોદી લાવ્યા છે. કારણ કોંગ્રેસે 60 વર્ષ સુધી દેશને તબાહ કર્યો. આ સુનામી દેશના દુશ્મનોને કાયમી ધોરણે નાશ કરશે.

પૂરી તાકાતથી ભાજપને વિજયી બનાવો. કહેવત છે મોસાળમાં જમણ હોય અને પાંચેય આંગળીઓ ધીમાં હોય તે સમજાય છે. હું દિલ્હીમાં હોઉં તો તમારે કેવું રહે? પાંચે આંગળીઓ ધીમાં. કરો કંકુના, ભારત માતા કી જય.

English summary
Narendra Modi has addressed a Public Meeting in Pavi Jetpur, Gujarat for campaing Lok Sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X