LS Poll: જાણો કઇ બેઠકો પર થયું કેટલાં ટકા મતદાન...

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 મે: ભારતીય લોકતંત્રનો ચૂંટણી મહોત્સવ હવે પોતાના છેલ્લા પડાવમાં છે. આજે આઠમાં ચરણનું મતદાન છે. ત્યારબાદ માત્ર એક જ તબક્કાનું મતદાન બાકી રહેશે. સાત રાજ્યોના 64 લોકસભા બેઠક માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી, વરુણ ગાંધી, બેની પ્રસાદ વર્મા, સ્મૃતિ ઇરાણી, સહિત કૂલ 243 ઉમેદવારોના નસીબનો આજે નિર્ણય થવા જઇ રહ્યો છે.

કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠીના રામનગર પોલિંગ સ્ટેશનની બહાર મતદાતાઓએ જોરદાર હોબાળો મચાવ્યો. આ પોલિંગ બૂથ પર 2200 વોટર એવા છે જેમનું પોલિંગ સ્ટેશન બદલી દેવાયું છે. રામનગરના સ્થાને હવે રનવીરનગરમાં તેમનું પોલિંગ સ્ટેશન બનાવી દેવામાં આવ્યું છે, ત્યાં જવાનો રસ્તો ખૂબ જ ખરાબ છે. જેના કારણે અત્રેના નારાજ લોકોએ પ્રશાસન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

શ્રીનગરની વાત કરીએ તો પલહાલન પોલિંગ સ્ટેશનની બહાર ગ્રેનેડ બ્લાસ્ટ થયો. બારામુલ્લામાં એક જ બૂથ એવું છે જ્યાં થોડું વોટિંગ થઇ રહ્યું છે. બારામુલાના જૂના શહેરમાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો અને પત્થરમારો પણ કર્યો. સુરક્ષા એજન્સીઓએ હવામાં ગોળીબાર કર્યો.

આંધ્ર પ્રદેશની વાત કરીએ તો જમ્મલામાડુગૂ વિધાનસભા વિસ્તારમાં ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસ કાર્યકર્તાઓમાં હળવી ઝપાઝપી થઇ.

આવો જોઇએ સાત રાજ્યોની મહત્વની બેઠકો પર ક્યાં થયું કેટલાં ટકા મતદાન...

ઉત્તર પ્રદેશમાં 32.08% વોટિંગ

ઉત્તર પ્રદેશમાં 32.08% વોટિંગ

- અમેઠીમાં સવારે 9 વાગ્યા સુધી 10.4 ટકા વોટિંગ
- ફૂલપુર-ઇલાહાબાદમાં સવારે 9 વાગ્યાથી 10 ટકા મતદાન
- સુલતાનપુરમાં સવારે 9 વાગ્યા સુધી 13 ટકા મતદાન

બિહારમાં 46.95% વોટિંગ

બિહારમાં 46.95% વોટિંગ

- બિહારમાં 3 વાગ્યા સુધી સરેરાશ 46.95 ટકા મતદાન થયું છે
- બિહારમાં સવારે 11 વાગ્યા સુધી 22.36% ટકા મતદાન
- બિહારમાં સવારે 10 વાગ્યા સુધી 15.28 ટકા મતદાન
- સારણમાં સવારે 10.15 વાગ્યા સુધી 16.5 ટકા મતદાન

જમ્મુ અને કાશ્મીરમાં 23.61% વોટિંગ

જમ્મુ અને કાશ્મીરમાં 23.61% વોટિંગ

9 વાગ્યા સુધી
બારામુલામાં 3.63% વોટિંગ
કૂપવાડામાં 5% વોટિંગ
બાંદીપુરામાં 2.3% વોટિંગ
લેહમાં 6.1% વોટિંગ
કારગિલમાં 5% વોટિંગ

પંશ્ચિમ બંગાળમાં 73.20% વોટિંગ

પંશ્ચિમ બંગાળમાં 73.20% વોટિંગ

3 વાગ્યા સુધી
ઝાગ્રામમાં 77.56% મતદાન થયું
મેદનીપુરમાં 69.35% મતદાન
પુરુલિયામાં 74.78% મતદાન
બાંકુરા 72.63% મતદાન
બિષ્નુપુરમાં 75.89% મતદાન
આસનસોલમાં 69.76% મતદાન

આંધ્ર પ્રદેશ 41.56% મતદાન

આંધ્ર પ્રદેશ 41.56% મતદાન

- સીમાંધ્રમાં 11 વાગ્યા સુધી 33 ટકા વોટિંગ
- કર્નૂલમાં 41, વિઝાગમાં 28 ટકા વોટિંગ

ઉત્તરાખંડમાં 31.97% મતદાન

ઉત્તરાખંડમાં 31.97% મતદાન

- 11 વાગ્યા સુધી ઉત્તરાખંડમાં 20 ટકા વોટિંગ
- 11 વાગ્યા સુધી હરિદ્વારમાં 34 ટકા ટકા વોટિંગ

હિમાચલ પ્રદેશ 37.03% મતદાન

હિમાચલ પ્રદેશ 37.03% મતદાન

હિમાચલ પ્રદેશની ચાર બેઠકોમાં અત્યાર સુધી 37.03% મતદાન થયું છે

English summary
Lok Sabha Election 2014: In Phase 8 Know seat wise voting percentage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X