For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખનઉ ગર્લની વધી શકે છે મુશ્કેલીઓ, કેબ ડ્રાઈવરે સમજૂતી કરવાનો કર્યો ઈનકાર, કહી આ વાત

કેબ ડ્રાઈવરને 22 થપ્પડ મારનાર પ્રિયદર્શીની નારાયણ યાદવ સમજૂતી કરવા માંગે છે પરંતુ હવે કેબ ડ્રાઈવર શું કરવા માંગે છે જાણો.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ કેબ ડ્રાઈવરની પિટાઈ મામલે પોલિસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે કેબ ડ્રાઈવરને 22 થપ્પડ મારનાર પ્રિયદર્શીની નારાયણ યાદવ સમજૂતી કરવા માંગે છે પરંતુ હવે કેબ ડ્રાઈવર સહાદત અલીએ કહ્યુ કે જો થપ્પડ ગર્લની ધરપકડ નહિ થાય તો તે હાઈકોર્ટ સુધી જશે પરંતુ થપ્પડ ગર્લને જેલમાં મોકલીને જ રહેશે. તમને જણાવી દઈએ કે 30 જુલાઈની રાતે પ્રિયદર્શીનીના હાથે 22 થપ્પડો ખાનાર કેબ ડ્રાઈવર સહાદત અલીએ આ વાતો મીડિયા સાથે વાત કરતા કહી.

lucknow girl

મીડિયા દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સહાદત અલીએ કહ્યુ, 'તે સમજૂતી માટે બિલકુલ તૈયાર નથી.' સહાદત અલી કહે છે કે, 'યુવતીએ ખોટુ કર્યુ છે અને તેને સજા મળવી જોઈએ. તે એની સાથે સમજૂતી નહિ કરે.' સહાદતના જણાવ્યા મુજબ એના માન સમ્માનને ઠેસ પહોંચી છે અને એની સમાજમાં કોઈ ઈજ્જત નથી રહી.

આ પહેલા સહાદત અલીનુ કહેવુ છે કે તે 25 થપ્પડ મારતી તો ખાઈ લેતો. સહાદતને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમને ગુસ્સો ન આવ્યો તો તેણે કહ્યુ કે મારી માએ મને છોકરીઓ પર હાથ ઉઠાવવાનુ નથી શીખવાડ્યુ. એ (પ્રિયદર્શીની) ગમે તેટલુ મારતી પરંતુ હું તેને હાથ ના લગાવત. સહાદતે કહ્યુ કે જ્યારથી આ ઘટના બની છે તે સરખી રીતે જમી પણ નથી શકતો. તેના મા રડતી રહે છે. 6 વર્ષનુ બાળક પણ સવાલ કરી રહ્યો છે.

વળી, થપ્પડ ગર્લ પ્રિયદર્શીની યાદવ હવે આ કેસમાં સમજૂતી કરવા માંગે છે. પ્રિયદર્શીનીએ કહ્યુ કે જો પોલિસ પોતાનુ કામ બરાબર કરતી તો તે થપ્પડ ગર્લ ના બનતી. હવે સહાદતે પણ લખનઉ પોલિસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. સહાદત અલીનુ કહેવુ છે કે પોલિસ એ છોકરી સાથે મળીને મારા તરફથી કોઈ કાર્યવાહી નથી કરી રહી. તે મારા કેસને નબળો પાડી રહી છે. આ જ કાંડ મારી સાથે થયુ હોત તો અત્યાર સુધી મને પોલિસે જેલમાં મોકલી ચૂકી હોત.

English summary
Lucknow Girl: Cab driver told we go to high court if girl priyadarshini not arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X