"નવાબોનું શહેર લખનઉ હવે મેટ્રો શહેરના નામે ઓળખાશે"

Written By:
Subscribe to Oneindia News

લખનઉવાસીઓ લાંબા સમયથી મેટ્રોની રાહ જોઇ રહ્યાં હતા. આખરે મંગળવારે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીલી ઝંડી બતાવી લખનઉ મેટ્રોનો શુભારંભ કર્યો હતો. મંગળવારથી અધિકૃત રીતે લખનઉ મેટ્રોનું સંચાલન શરૂ થયું છે અને 6 સપ્ટેમ્બર, બુધવારથી સામાન્ય નાગરિકો મેટ્રોમાં સફરનો આનંદ માણી શકશે. લખનઉ મેટ્રો બનાવવા પાછળ 2600 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. કલાક દીઠ 32-35 કિમીની ઝડપે દોડતી આ મેટ્રો 8 સ્ટેશન પર 7-7 મિનિટ ઊભી રહેશે. લખનઉ મેટ્રોનો સમય હાલ સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

lucknow

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, લખનઉ બાદ હવે કાનપુર, આગ્રા, ઇલાહાબાદ, ઝાંસી, મેરઠ અને વારાણસીમાં પણ મેટ્રોનું કામ શરૂ થશે. લખનઉ મેટ્રો માટે હું એમડી કુમાર કેશવ અને મેટ્રો મેન ઇ.શ્રીધરનને ખાસ અભિનંદન પાઠવું છું. હવે 8.5 કિમીનું અંતર કાપવા માટે લોકોએ 6 મહિના સુધી રાહ નહીં જોવી પડે. ગૃહમંત્રી રાજનાથ સિંહે અહીં જણાવ્યું હતું કે, આજનો દિવસ માત્ર લખનઉ જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર પ્રદેશ માટે ઐતિહાસિક દિવસ છે. હવે લખનઉ નવાબોના શહેરની સાથે મેટ્રો શહેરના નામે પણ જાણીતું બનશે. 25 ઓગસ્ટ, 2014ના રોજ દિલ્હી ખાતે જ્યારે લખનઉ મેટ્રો માટે મંજૂરી મળી ત્યારે મને ઘણો આનંદ થયો હતો.

lucknow
English summary
lucknow metro launch rajnath singh yogi adityanath attends the event.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.