પેટ્રોલ પંપે પાણી ભેળવીને પેટ્રોલ વેચ્યું, લોકોએ હંગામો કર્યો
યુપીના લખનવમાં લોકોને ચૂનો લગાવવા માટે નવી નવી તરકીબો ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
યુપીના લખનવમાં લોકોને ચૂનો લગાવવા માટે નવી નવી તરકીબો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જનતા પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન છે, જયારે પેટ્રોલ પંપ માલિકો પાણી ભેળવીને પેટ્રોલ વેચી રહ્યા છે. ખરેખર ગોમતીનગરના હુંસડીયા પાસે આઇઓસી પેટ્રોલ પંપ છે. શનિવારે સાંજે જયારે કેટલાક લોકો ગાડીમાં પેટ્રોલ ભરાવીને નીકળ્યા ત્યારે કેટલાક લોકોની ગાડી ચાલુ જ નહીં થયી, જયારે કેટલાક લોકોની ગાડી થોડે દૂર જઈને બંધ થઇ ગયી. ત્યારપછી ભેળસેળનો આરોપ લગાવીને લોકોએ પેટ્રોલ પંપ પર હંગામો કરવાનો ચાલુ કરી દીધો.

પોલીસ પણ પહોંચી
હંગામા વિશે સૂચના મળતા જ ગોમતીનગર પોલીસ પણ ત્યાં પહોંચી ગયી. લોકોની ફરિયાદ હતી કે પેટ્રોલ પંપમાં પાણી ભેળવીને પેટ્રોલ વેચવામાં આવી રહ્યું છે. એટલા માટે તેને તત્કાલ બંધ કરી દેવું જોઈએ.

પેટ્રોલનું સેમ્પલ લીધું
પોલીસે હંગામો વધતો જોઈને પ્રશાશનને સૂચના આપી ત્યારપછી આપૂર્તિ વિભાગ જગ્યા પર પહોંચ્યા અને પેટ્રોલનું સેમ્પલ લીધું. પોલીસે હાલમાં આગળના આદેશ સુધી પેટ્રોલ પંપ પર વેચાણથી રોક લગાવી દીધી છે. જયારે બીજી બાજુ આઇઓસી અધિકારીઓ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે કે આખરે પેટ્રોલમાં પાણી કેવી રીતે આવ્યું.

ઇન્ડિયન ઓઇલ અધિકારી
જગ્યા પર પહોંચેલા ઇન્ડિયન ઓઇલ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણથી ચાર વાહનોની ટાંકીમાં પેટ્રોલ સાથે પાણી મળવાની ફરિયાદ મળી. વરસાદ દરમિયાન પંપના મુખ્ય ટેન્કમાં પાણી જવાનું જોખમ રહે છે. ફરિયાદ કરનાર વાહનોની ટાંકી સાફ કરીને તેમાં ફરીથી પેટ્રોલ ભરાવી દેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
