• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપ સ્વબદલાવ નહીં કરે તો કેન્દ્રમાં UPA-3નું આગમન નિશ્ચિત

|

બેંગલોર, 27 ઓગસ્ટ : ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2014ની કમાન ગુજરાતના મુખ્યમંત્રી અને વિકાસપુરુષ તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદીના હાથમાં સોંપી દીધી છે. ભાજપને પૂરો વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લોકસભા ચૂંટણી 2014માં તેમને ચોક્કસથી વિજય પ્રાપ્ત થશે. અહીં ભાજપ મોટી ભૂલ કરી રહી છે. આજે પણ ભાજપ એ જ રાહ પર ચાલી રહી છે જે રાહ પર તે વર્ષ 1992માં ચાલી રહી હતી. ભાજપે પોતાના આંતરિક સ્વાર્થને ત્યજીને સ્વબદલાવ કરવો પડશે નહીંતર કેન્દ્રમાં યુપીએ 3ની સરકાર બનવી નિશ્ચિત છે.

ભાજપે વિહિપ સાથે મળીને અયોધ્યામાં 84 કોસી પરિક્રમાને જે સમર્થન આપ્યું છે આ બાબત તેના માટે આગામી લોકસભા ચૂંટણીઓમાં સૌથી મોટી ભૂલ સાબિત થઇ શકે છે. વર્તમાન સમયમાં વિહિપને સમર્થન આપીને ભાજપ સોનિયા ગાંધીના યુપીએ 3ના સપનાને સાકાર કરવામાં આડકતરી રીતે મદદ કરશે એમ પણ કહી શકીએ.

આ વાત અમે નથી કહી રહ્યા. આ બાબત નરેન્દ્ર મોદી અને દેશના મુસ્લિમ સમાજ વચ્ચેની પૃષ્ઠભૂમિના બદતાલા વલણને કારણે બહાર આવી રહી છે. બેંગલોરમાં નરેન્દ્ર મોદી, મુસ્લિમો, મીડિયા અને ગુજરાત વિષય પર ચર્ચા યોજવામાં આવી હતી. આ ચર્ચા બેંગલોરના રાષ્ટ્રોત્થાન શારીરિક શિક્ષણ કેન્દ્રમાં યોજાયેલી એક પરિચર્ચામાં બહાર આવી હતી. આ વિષય પરની ચર્ચામાં સામાજિકસેવિકા અને વરિષ્ઠ પત્રકાર મધુ પૂર્ણિમા કિશ્વરની સાથે અન્ય બુદ્ધિજીવીઓ અને યુવાનોએ કરેલા મંથનનું ફળસ્વરૂપ છે. આ મંથન સભામાં ગુજરાતના રમખાણોથી લઇને અત્યાર સુધીના તમામ મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી પહેલા મધુ કિશ્વરે પોતાની વાત રજૂ કરીને ગુજરાતના રમખાણો અને એ વાસ્તવિકતા પરથી પરદો ઉઠાવ્યો, જે અંગે મેઇનસ્ટ્રીમ મીડિયામાં ક્યારેય ચર્ચા થઇ નથી. ગુજરાતના રમખાણો સમયે દેશભરમાં એક વિચારધારા જન્મી કે નરેન્દ્ર મોદી મુસ્લિમોના વિરોધી છે. વાસ્તવમાં આ વિચારધારા મોદી વિરોધી કોંગ્રેસની દેન છે. કારણ કે કોંગ્રેસ પ્રારંભથી જ મોદીને પોતાના માટે મોટો ખતરો માનતી આવી છે. તથ્ય વિનાની આ વિચારધારા ગુજરાતમાં ઝાઝુ ટકી શકી નથી, કારણ કે એવું કશું બન્યું જ ન હતું કે જેને મીડિયાઓ દુનિયા સમક્ષ રજૂ કર્યું ના હોય.

ગુજરાતના રમખાણો અને નરેન્દ્ર મોદીની બદનામીના પ્રયાસો પાછળ છુપાવી દેવામાં આવેલી વાસ્તવિકતાને જાણવી જરૂરી છે. ગુજરાતમાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરાકાંડ થયો અને રમખાણો શરૂ થયા હતા. રમખાણો શરૂ થયા એ જ દિવસે તાત્કાલિક ધોરણે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર પાસે સેનાની માંગણી કરી હતી. એટલું જ નહીં તેમણે રાજસ્થાનના તત્લાકિન મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્યપ્રદેશના દિગ્વિજય સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને ફેક્સ દ્વારા પત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે વધારાના પોલીસ દલ ગુજરાતમાં મોકલી આપવા માટેની માંગણી કરી હતી.

નરેન્દ્ર મોદીએ પોતાના તરફથી રમખાણો આગળ વધતા અટકે તે માટે તમામ પ્રયત્નો કર્યા. તેમણે જેમની પાસેથી મદદની માંગ કરી તેમની પાસેથી શું જવાબ આવ્યો તે પણ જાણવા જેવું છે. જે દિગ્વિજય સિંહ મોદી પર કીચડ ઉઠાળવામાં બે પળનો સમય વ્યર્થ જવા દેતા નથી તેમણે નરેન્દ્ર મોદીના પત્રનો જવાબ 13 દિવસે આપ્યો. વળી પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ બાબતમાં ગુજરાતની મદદ કરી શકે એમ નથી. હવે આપ જ વિચાર કરો કે શું દિગ્વિજય સિંહને ગુજરાત રમખાણો અંગે બોલવાનો હક છે ખરો?

હવે જો વાત મુસ્લિમો તરફ નરેન્દ્ર મોદીના વલણની કરવામાં આવે તો રમખાણોમાં મુસ્લિમો વધુ સંખ્યામાં માર્યા ગયા છે. રમખાણોમાં મરનારા હિન્દુઓની સંખ્યા 254 હતી જ્યારે રમખાણોમાં મરનારા મુસ્લિમોની સંખ્યા 790 હતી. આ બાબત તો સૌ કોઇ જાણે છે. પણ એ હકીકત કોઇ નથી જાણતું કે નરેન્દ્ર મોદીએ પોતાના અંગત પ્રયાસો કરીને મુસ્લિમોને બચાવ્યા હતા. નહીંતર મુસ્લિમોના મરણનો આંકડો આનાથી પણ વધી ગયો હોત. રમખાણો સમયે અંદાજે 5000 મુસ્લિમોને નુરાની મસ્જિદમાં હિન્દુઓએ ઘેરી લીધા હતા. નરેન્દ્ર મોદીના એક ફોન કોલથી પોલીસ, આર્મી અને પીએસના જવાનો ત્યાં પહોંચ્યા અને ફસાયેલા મુસ્લિમોને સુરક્ષિત બહાર કાઢ્યા.

મહેસાણાના સરદારપુરા વિસ્તારમાં 240 મુસ્લિમોને, પોર અને નારદીપુર ગામમાં 450 મુસ્લિમોને, સંજોલી ગામમાં 200 મુસ્લિમોને, વડોદરાના ફતેપુરા ગામમાં 1500 મુસ્લિમોને ગુલમર્ગ સોસાયટીમાંથી 150 મુસ્લિમોને, કાવંત ગામમાંથી 3000 મુસ્લિમોને મોદીના પ્રયાસોથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બાબત દુનિયા માને કે ના માને પણ મુસ્લિમો સારી રીતે જાણે છે.

આ ઉપરાંત એક અન્ય મહત્વપૂર્ણ બાબત પણ છે જે ભાગ્યે જ કોઇ જાણે છે. ગુજરાતના રમખાણો દરમિયાન અંદાજે 6000 જેટલા હજયાત્રીઓ ગુજરાત પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાના અધિકારીઓને ખાસ સૂચના આપીને તમામ 6000 મુસ્લિમોને પોતાના ઘર સુધી સુરક્ષિત પહોંચતા કર્યા હતા. દરેકને જુદા જુદા જિલ્લામાં પોતાના ઘર સુધી પહોંચવા માટે ગુજરાત પોલીસની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી.

રમખાણો સમયે છોટા ઉદેપુર પાસેના એક મદરેસામાં 400 વિદ્યાર્થીઓ ભણતા હતા. તેમને હિન્દુ પ્રદર્શનકારીઓએ ઘેરી લીધા હતા. પ્રદર્શનકારીઓ મદરેસામાં આગ ચાંપવા જઇ રહ્યા હતા. તે જ સમયે વાજપેયીની કેબિનેટમાંથી નરેન્દ્ર મોદી પર ફોન આવ્યો કે તે બાળકોને બચાવવા માટે કંઇક કરવામાં આવે, મોદીએ આશ્વાસન આપ્યું કે બાળકોને હું કશું જ થવા નહીં દઉં. તાત્કાલિક ધોરણે મોદીએ પોતાના અધિકારીઓને દોડાવ્યા અને બાળકોને સુરક્ષિત ઘરે ના પહોંચાડ્યા ત્યાં સુધી તેમના સંપર્કમાં રહ્યા.

ગુજરાતના રમખાણો પરથી નજર હટાવીને જોવામાં આવે તો નરેન્દ્ર મોદીએ પોતાના શાસનકાળમાં મુસ્લિમો માટે અનેક કાર્યો કર્યા છે. આ બાબત ગુજરાતના લોકો અને ખાસ કરીને મુસ્લિમો સારી રીતે જાણે છે. સ્થળ કોઇ પણ હોય, રણ હોય કે ગાંધીનગર હોય. મુસ્લિમોના ઉત્થાન માટે કોઇ કસર બાકી રાખવામાં આવી નથી. આમ છતાં મીડિયા સમગ્ર હકીકતથી અજાણ છે.

હવે જ્યારે સમગ્ર દેશના લોકો નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકી રહ્યા છે, ત્યારે ભાજપની આંખોમાં વિજય મેળવવાનું સપનું ફરી એક વાર જીવંત બની ઉઠ્યું છે. આવા સમયે વિહિપ સાથે મળીને અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવીને તેઓ દેશમાં હિન્દુ અને મુસ્લિમોની એકતા સામે પ્રહાર કરી રહ્યા છે. આમ કરીને ભાજપ પોતાના માટે જ ખાડો ખોદી રહી છે. બેશક રીતે કહી શકાય કે આ વખતે ભાજપની એક નાની ભૂલ દિલ્હીમાં દેશની સત્તાની ગાદીને યુપીએના હાથમાં ધરી દેશે.

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

સામાજિકસેવિકા અને વરિષ્ઠ પત્રકાર મધુ પૂર્ણિમા કિશ્વરની સાથે અન્ય બુદ્ધિજીવીઓ અને યુવાનોએ બેંગલોરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, મુસ્લિમો અને મીડિયાની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

મધુ કિશ્વર અને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને સેન્ટર ફોર એજ્ચુકેશન એન્ડ સોશિયલ સ્ટડીઝના પ્રમુખ ડૉ પી વી ક્રિશ્ના ભટ

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં પ્રેઝન્ટેશન આપતા મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

રવિવાર 25 ઓગસ્ટે બેંગલોરમાં મધુ કિશ્નવરે નરેન્દ્ર મોદી અંગે હકીકતો રજૂ કરી હતી

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

પોતાની વાત કહેતા મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

મધુ કિશ્વરને સાંભળવા આવેલા શ્રોતાઓ

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

મધુ કિશ્વરો શ્રોતાઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા

બેંગલોરમાં મધુ કિશ્વર

બેંગલોરમાં મધુ કિશ્વર

લોકો નરેન્દ્ર મોદીની હકીકતથી અવગત થયા હતા.

English summary
Academic and activist Madhu Kishwar on Sunday held an engaging session on Gujarat Chief Minister and the BJP's face for the 2014 elections Narendra Modi, Muslims and the media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more