For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ વિધાનસભામાં પણ ભાજપનો ભગવો લહેરાયો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ, 8 ડિસેમ્બર:

અપડેટ: 6.45 pm:
છેલ્લા આંકડાઓ પ્રમાણે મધ્ય પ્રદેશમાં ભાજપ 159 બેઠકોથી આગળ છે જ્યારે કોંગ્રેસ 63 બેઠકો જીતતું દેખાઇ રહ્યું છે. જ્યારે અન્યોના ફાળે 8 બેઠકો જાય છે.

મધ્ય પ્રદેશન વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. વોટોની ગણતરી રવિવારે સવારે આઠ વાગે શરૂ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 119 સીટોનો ટ્રેંડ સામે આવ્યો છે. જેમાં ભાજપ 135 સીટો પર ભાજપ અને 57 સીટો પર કોંગ્રેસ આગળ છે. તો બીજી તરફ 7 સીટો પર અન્ય આગળ છે.

Upadate: 1:38 PM

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે રવિવારે ચાલી રહેલી મતગણતરીમાં ભાજપ ભારે બહુમત સાથે અગ્રેસર છે. 230 સભ્યની વિધાનસભા સીટ માટે ચાલી રહેલી મતગણતરીમાં ભાજપે શરૂઆતથી બઢત મેળવી લીધી હતી. અત્યાર સુધીના ટ્રેંડમાં ભાજપ 148 સીટો પર આગળ ચાલી રહી છે. તો કોંગ્રેસ 71 સીટો પર અને અન્ય પક્ષ 10 સીટો પર આગળ ચાલી રહ્યાં છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુદની અને વિદિશા બંને વિધાનસભા સીટો પર આગળ ચાલી રહ્યાં છે. તે બુદનીમાં કોંગ્રેસના મહેન્દ્ર સિંહ ચૌહાણથી આગળ ચાલી રહ્યાં છે તો બીજી તરફ વિદિશામાં તે નજીક પ્રતિદ્વંદી કોંગ્રેસના શશાંક ભાર્ગવથી આગળ છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ પચૌરી ભોજપુર વિધાન સભા ક્ષેત્રમાંથી ભાજપના સુરેન્દ્ર પટવાથી પાછળ ચાલી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહને રાઘૌગઢ સીટ પર ભાજપના રાધેશ્યામ ધાકડથી બઢત મળતી જોવા મળી રહી છે.

પોસ્ટલ મતદાનની સાથે-સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)થી નિકળનારા વોટ ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો કરશે. રાજ્યના 51 જિલ્લાઓમાં સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. તેની શરૂઆત પોસ્ટલ મતપત્રો દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ અડધો કલાક બાદ ઇવીએમ મતોની ગણતરી શરૂ થઇ હતી. આ મતગણતરી કાર્યમાં 20થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો છે. મતદાન કેન્દ્રો પર સુપરવાઇઝર અને માઇક્રો સુપરવાઇઝર પણ ગોઠવવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ 2583 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. તેમાં પુરૂષ 2383 અને 200 મહિલા ઉમેદવાર સામેલ છે.

રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપના જે નેતાઓના ભાગ્યનો ચૂકાદો આજે થવાનો છે, તેમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પૂર્વ મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી બાબૂલાલ ગૌર, કૈલાશ વિજયવર્ગીય, લક્ષ્મીકાંત શર્મા, ગોપાલ ભાર્ગવ, અનૂપ મિશ્રા, સરકારના પ્રવક્તા નરોત્તમ મિશ્રા, જયંત મલૈયા સામેલ છે.

madhya-pradesh-result

આ ઉપરાંત ભાજપની વરિષ્ઠ નેતા ઉમા ભારતીનો ભત્રીજો રાહુલ ગાંધી અને પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવા, કૈલાશ જોશી, વિરેન્દ્ર સખલેચા, કૈલાશ સારંગના સંબંધીઓની કિસ્મતનો ફેંસલો આજે થશે. કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ કેન્દ્રિય મંત્રી સુરેશ પચૌરી, નેતા પતિપ્રક્ષ અજય સિંહ, પૂર્વ વિધાનસભાધ્યક્ષ, શ્રીનિવાસ તિવારીના પુત્ર સુંદરલાલ તિવારી તથા વિવેક તિવારીની રાજકીય ભવિષ્ય નક્કી કરશે. આ ઉપરાંત પૂર્વ મંત્રી કે.પી. સિંહ, યાદવેંદ્ર સિંહ, પૂર્વ મંત્રી મુકેશ નાયક, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહના ભાગ્યનો નિર્ણય આજે થશે.

રવિવારે સવારથી જ રાજ્યમાં ગરમા-ગરમી છે. રાજકીય પક્ષોના કાર્યકર્તા સવારથી જ પોતપોતાના ઉમેદવારો સાથે મતગણતરી સ્થળ પર પહોંચી ગયા છે. તો બીજી તરફ મોટા નેતા પોતાના ઘરે જ રહીને મતગણતરી પર નજર રાખી રહ્યાં છે.

English summary
Whether the BJP government led by Chief Minister Shivraj Singh Chouhan will retain power for a third straight term or will there be a change of guard after a decade in Madhya Pradesh will become clear as the counting of votes for the assembly polls held here began on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X